મોદીએ લખેલા પુસ્તકનું શ્રી શ્રી રવિશંકરે વિમોચન કર્યું વિમોચન

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 7 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કલમે લખાયેલી ડાયરીઓના અંતરમનની યાત્રારૂપે પ્રકાશિત ‘સાક્ષીભાવ'નું લોકાર્પણ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં આજે શુક્રવારે તા. ૭ મી માર્ચનારોજ સાંજે સાડા છ કલાકે ગુજરાત યુનિવર્સિટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ લેખક અને ચિન્તક ગુણવંત શાહ આ સમારોહમાં વિશેષ હાજરી આપી હતી.

ઇમેજ પબ્લીકેશન મુંબઇના ઉપક્રમે પ્રકાશિત અને આયોજિત આ લોકાપર્ણ સમારોહ અમદાવાદ યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં સાહિત્યકારો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. મોદીના પુસ્કત વિમોચન પ્રસંગે આખો હોલ ઓડિયન્સથી ખીચોખીચ ભરાઇ ગયો હતો.

નરેન્દ્રભાઇ મોદીએ ‘સાક્ષીભાવ'ના પ્રકાશનને લગભગ રપ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની ભીનાશ તરીકે અંતરમનની યાત્રારૂપે વર્ણવી છે. જ્યારે સુરેશ દલાલે આ પુસ્તકને સંવેદનશીલ કર્મયોગી નરેન્દ્ર મોદીની ડાયરીરૂપે લખાયેલી કાવ્યાત્મક પ્રાર્થના ગણાવી છે.

નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક 'સાક્ષીભાવ'ના વિમોચન કાર્યક્રમને જુઓ વીડિયોમાં...

મોદીના ‘સાક્ષીભાવ’નું વિમોચન

મોદીના ‘સાક્ષીભાવ’નું વિમોચન

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કલમે લખાયેલી ડાયરીઓના અંતરમનની યાત્રારૂપે પ્રકાશિત ‘સાક્ષીભાવ'નું લોકાર્પણ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં આજે શુક્રવારે તા. ૭ મી માર્ચનારોજ સાંજે સાડા છ કલાકે ગુજરાત યુનિવર્સિટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ લેખક અને ચિન્તક ગુણવંત શાહ આ સમારોહમાં વિશેષ હાજરી આપી હતી.

મોદીના ‘સાક્ષીભાવ’નું વિમોચન

મોદીના ‘સાક્ષીભાવ'નું વિમોચન

મોદીના ‘સાક્ષીભાવ’નું વિમોચન

મોદીના ‘સાક્ષીભાવ'નું વિમોચન

પુસ્તક 'સાક્ષીભાવ'નું વિમોચન

નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક 'સાક્ષીભાવ'ના વિમોચન કાર્યક્રમને જુઓ વીડિયોમાં...

English summary
Sri Sri Ravi Shankar ji to release Sakshibhaav, a book penned by Narendra Modi at University Convention Hall in Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.