ગુજરાતના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના અથાગ પ્રયાસો
માછીમારી અને સમુદ્રી વ્યવસાય સાથે સંકળાયેલા કરોડો પરિવારો માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના વરદાનરૂપ સાબિત થઇ છે.
ગાંધીનગરઃ રાજ્યમાં સામાજિક અને આર્થિક પછાત વર્ગોના આર્થિક કલ્યાણ અને ઉત્કર્ષ માટેની અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલી છે. ત્યારે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાઇ પટ્ટાને સંલગ્ન વસવાટ કરતાં માછીમારી અને સમુદ્રી વ્યવસાય સાથે સંકળાયેલા કરોડો પરિવારો માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના વરદાનરૂપ સાબિત થઇ છે.

રાજ્યમાં દરિયાઇ પટ્ટાને સંલગ્ન વિસ્તારમાં વસવાટ કરતાં પરિવારોની કફોડી આર્થિક હાલતને સુધારવા અને વિસ્તારના સર્વાંગી સુધારા માટે રાજ્ય સરકાર દ્વારા આ સાગર ખેડૂ સર્વાંગી કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવી છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના વર્ષ 2007માં અમલમાં મુકી હતી. આ યોજના રાજ્યના 13 જિલ્લાના 38 તાલુકામાં અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં મત્સ્યોદ્યોગ સાથે અને સમુદ્રી વ્યવસાય સાથે જોડાયેલા લોકોના આર્થિક કલ્યાણ અને સહાયરૂપ થતી અનેક પેટાયોજના સામેલ કરવામાં આવેલ છે.
રાજ્યમાં બ્લૂ ઇકોનોમીના વિકાસ માટે સરકારની કટિબદ્ધતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં 260 કરોડ જેટલી રકમ આ 13 જિલ્લાના દરિયાઇ પટ્ટાના સર્વાંગી વિકાસ માટે નિર્ધારીત કરવામાં આવી છે. રાજ્ય સરકારે બ્લ્યૂ ઇકોનોમીને વેગ આપવા અને આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક પ્રોત્સાહન આપવા અનેક આર્થિક રાહત અને સબસિડી આપવાની જોગવાઇ કરી છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને તાલીમ આપવા અને તેમને ધંધો વ્યવસાય શરૂ કરવા બોટ નેટ પુરી પાડવી, મત્સ્ય બીજ સંવર્ધન કરવા સહિતની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા મદદ પુરી પાડવામાં આવે છે.
ભાવનગરના રાજેશ સોલંકીએ જણાવ્યુ હતુ કે, અમે પરંપરાગત માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ ત્યારે, સરકાર દ્વારા અમને ઇલેક્ટ્રીક બોટ અને માછીમારી વ્યવસાય અંગેની નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવતાં હવે અમે ટેક્નોલોજીનો ઉપયોગ કરી માછીમારીનો ધંધો કરીએ છીએ. આર્થિક સંકડામણ દૂર થઇ ગઇ છે અને તંત્રની મદદથી નિશ્ચિતપણે ધંધો કરી શકીએ છીએ.
સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ સમુદ્રી વ્યવસાયને ઉતેજન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા માંગરોળ ખાતે 143 કરોડના ખર્ચે ફિશરીઝ હાર્બર તૈયાર કરવામાં આવ્યુ છે. જેના કારણે માછીમારોના આંતરરાષ્ટ્રીય બજાર સરળતાથી ઉપલબ્ધ થઇ શક્યુ છે. આ રીતે માછીમારો અને મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા નિકાસકારોને આર્થિક ફાયદો થયો છે તેમજ અન્ય સાહશિકોને પ્રોત્સાહન પણ મળ્યુ છે.
દરિયા કિનારે વસવાટ કરતાં માછીમાર લોકોને આર્થિક સદ્ધર બનાવી તેમના જિવન નિર્વાહ માટેના વૈકલ્પિક સાધનો ઉપલબ્ધ કરવાની દિશામાં આ સાગર ખેડૂ સર્વાંગી કલ્યાણની યોજના ઘણી નિર્ણાયક સાબિત થઇ છે. દરિયાઇ માછીમારી દરમિયાન આંતરરાષ્ટ્રીય સીમા પાર કરવાના કારણે બંધક બનાવાયેલા કે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામનાર માછીમારોના પરિવારોને પણ રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય આપવામાં આવે છે. જેના કારણે તેના પરિવારને આર્થિક સહાયતા પ્રાપ્ત થાય છે.
સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠાના ઉનાના રહીશ હરેશભાઇ રાઠોડે જણાવ્યુ હતુ કે, દરિયાઇ ક્ષારનુ પ્રમાણ વધતુ જતુ હતુ જેના કારણે ખેતીની જમીનને પણ અસર થતી હતી જેને અટકાવવા આ સાગર ખેડૂ યોજના દ્વારા સરકારે કામગીરી કરતાં દરિયાઇ પટ્ટા પર ક્ષારના ફેલાવાને નિયંત્રિત કરી શકાયો છે.
રાજ્ય સરકારે શરૂઆતમાં આ સમુદ્રિ પટ્ટાના ઉત્થાન માટે 15 હજાર કરોડની આ યોજના અમલમાં મૂકી હતી. જેનાથી દરિયાઇ પટ્ટાના સેંકડો પરિવારોને તેનો લાભ મળ્યો હતો. આ યોજનાના કારણે અનેક પરિવારોને અને સ્થાનિક વિસ્તારનો માળખાકીય વિકાસ થતાં જીવન ધોરણને બદલાવ લાવી શકાયો છે. જેમાં વર્તમાન રાજ્ય સરકાર પણ આ યોજનાને વધુ અસરકારક રીતે અમલમાં મુકવા માટે પ્રયાસરત છે.












Click it and Unblock the Notifications
