For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોટાદમાં થશે ૭૪માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, પુર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

આ વખતે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે થઈ રહી છે. પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત અને ભારતભરમાં 74માં ગણતંત્ર દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે ગુજરાતનો રાજ્ય કક્ષાની ઉજવણી બોટદામાં થઈ રહી છે. જેને લઈને પુર્વ સંધ્યાએ ભવ્ય રંગારંગ કાર્યક્ર યોજાયો હતો.

Botad

ધર્મ, આસ્થા અને સાહિત્યના ત્રિવેણી સંગમ એવા બોટાદ જિલ્લામાં ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૨૫ કલાકારોએ બોટાદના ભવ્ય વારસાને સ્ટેજ પર આબેહૂબ જીવંત કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યાં હતા.

G20 કાર્યક્રમ અંતર્ગત 'વસુધૈવ કુટુમ્બકમ'ના સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ - ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા - એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.

English summary
State level celebration of 74th Republic Day will be held in Botad, cultural program held on the eve
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X