રાજકોટ ખાતે સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ વાઇબ્રન્ટ પ્રિ-સમિટ યોજાઈ
સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ પ્રી સમિટ રાજકોટ ખાતે યોજાઇ હતી. અહીં આશરે ૧૨૮૦ કરોડથી વધુ રકમના રોકાણોના સાત એમઓયુ સાઈન થયા હતા.
ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને આ આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રિ-સમિટ યોજાઇ હતી. જેનું આયોજન રીજેન્સી લગુન રિસોર્ટ એન્ડ કન્વેન્સન ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતું.

અહીં મંત્રી રાઘવજી પટેલે અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા કહ્યું કે, ૨૦૦૩માં શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમ તરીકે પ્રસ્થાપિત થઈ છે, અને ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી ૧૦મી આવૃત્તિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઇન્ડસ્ટ્રી લીડર તરીકે વૈશ્વિક નકશા પર સ્થાન મેળવવા માટે સજ્જ થઈ રહ્યું છે.
તેમણે આગળ કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે ઉદ્યોગોને અનુરૂપ સરળ નીતિઓ બનાવી છે, જેના અનુસંધાને આ વખતે દરેક જિલ્લામાં સમિટ કરી જિલ્લા સ્તરે ઔદ્યોગિક વાતાવરણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર રાજકોટ ખાતે યોજાયેલી સિરામિક અંગેની પ્રિ-સમિટના આયોજનનો ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એક મંચ પર એકત્રિત કરવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને ઉજાગર કરવાનો છે.
તેમણે આગળ કહ્યું કે, રાજ્ય સરકાર સિરામિક, શિક્ષણ, બાયોટેક્નોલોજી, એડવેન્ચર ટુરિઝમ, હેલ્થકેર અને લાઈફ સાયન્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પ્રી-સમિટ સેમિનાર અને કાર્યક્રયોજીમો યોજી રહી છે. રાજકોટ ખાતેની આ પ્રી સમિટનો ઉદ્દેશ નીતિ સુસંગતતા, અસરકારક રોકાણોને સુનિશ્ચિત કરીને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટેના પ્લેટફોર્મ તરીકે VGGS ને પ્રદર્શિત કરવાનો છે. આ શ્રૃંખલાનો પ્રથમ કાર્યક્રમ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ પર આધારિત છે.
રાજકોટમાં આયોજિત આ પ્રી સમિટમાં આશરે રૂ. ૧૨૮૦ કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર - એમ.ઓ.યુ. સાઈન થયા હતા. જેના કારણે ભવિષ્યમાં રોજગારીની તકો સર્જાશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, સાથે રોજગારીની વિપુલ તકોના કારણે લોકોનું જીવનધોરણ પણ વધુ ઊંચું આવશે.












Click it and Unblock the Notifications
