ડૉક્ટર્સ માટે ખુશ ખબર, ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
તાજેતરમાં CHC, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યની સરકારી મેડિકલ કોલેજના મેડીકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે.

આ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂપિયા 21,840, ડેન્ટલમાં રૂપિયા 20,160, ફિઝિયોથેરાપીમાં રૂપિયા 13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂપિયા 15,120 સ્ટાઇપેન્ડ મળશે.
ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,00,800, બીજા વર્ષમાં રૂપિયા 1,02,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લિનિકલ આસિસટન્ટને રૂપિયા 1,10,880 નો લાભ મળશે.
સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,20,960, બીજા વર્ષમાં રૂપિયા 1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂપિયા 1,34,400 તેમજ ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂપિયા 78,960, બીજા વર્ષમાં રૂપિયા 81,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 83,496, ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂપિયા 35,280 અને બીજા વર્ષમાં રૂપિયા 43,680 ચૂકવવામાં આવશે.
મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂપિયા 75,600 અને બીજા વર્ષમાં રૂપિયા 82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે.
આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 50,400, બીજા વર્ષમાં રૂપિયા 53,760 અને ત્રીજા વર્ષમાં રૂપિયા 57,120 ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂપિયા 21,840, જુનીયર રેસીડન્ટ્સને રૂપિયા 1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સને રૂપિયા 1,10,880 ચૂકવવામાં આવશે.
GMERS સંચાલિત મેડિકલ કોલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,00,800, બીજા વર્ષમાં રૂપિયા 1,02,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લિનિકલ આસિસટન્ટ)ને રૂપિયા 1,10,880 સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તારીખ 01 એપ્રિલ, 2024ની અસરથી અમલમાં આવશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
