For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ, SP ઘાયલ

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેરમાં રામ નવમીની શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેરમાં રામ નવમીની શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં SPને પણ ઇજા પહોંચી છે.

Ram Navami

છાપરિયા રામજી મંદિરથી રામ નવમીના પર્વને ધ્યાનમાં રાખીને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન અસામાજીક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ બંને જૂથવચ્ચે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. આ ઘટનામાં સાબરકાંઠા પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયર ગેસના 5 સેલ છોડવામાં આવ્યા હતા. આ વચ્ચે તોફાનીઓએ એક બાઈક તથા જીપને આગને હવાલે કર્યા હતા.

રાજસ્થાનના કરૌલીમાંથી પસાર થતી વખતે હિંદુ નવા વર્ષની ઉજવણીના સરઘસ પર હુમલો કરવામાં આવ્યો તેના થોડા દિવસો બાદ, ગુજરાતમાં પણ આવી જ ઘટના બની છે. ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરના છાપરિયા ગામમાં 10મી એપ્રીલ, 2022ના રોજ આયોજિત રામ નવમી શોભા યાત્રા અથવા સરઘસને કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પથ્થરમારો ઉપરાંત કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

આ ઘટના રામ નવમીનું સરઘસ છાપરિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. આ શોભાયાત્રા સાંજે 4.15 કલાકે છાપરીયાના રામજી મંદિરથી શરૂ થઈ હતી અને શહેરના અનેક વિસ્તારોમાંથી પસાર થઈને ટાવર ચોક ખાતે પહોંચવાની હતી. જોકે, તેના પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રામ નવમીની શોભાયાત્રાનો હિસ્સો બનેલા કેટલાંય વાહનોને નુકસાન થયું હતું અને હુમલાખોરો દ્વારા એક ખુલ્લી જીપને સળગાવી દેવામાં આવી હતી. હિંસાની જાણ થતાં હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના અનેક સેલ પણ છોડ્યા હતા.

પથ્થરમારો અને તોડફોડ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ અને અશાંતિ ફેલાઈ ગઈ હતી. દેવતાની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને વધુ હિંસા ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, આ વિસ્તારમાં હજૂ પણ અસ્વસ્થ શાંતિ જોવા મળી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ પર છે. અસામાજિક તત્વો અને તેમની પ્રવૃતિને રોકવા માટે સાબરકાંઠા પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

ઉલ્લનીય છે કે, આ પહેલા પણ એક ઘટના રાજસ્થાનના કરૌલીમાં છેલ્લા અઠવાડિયે બની હતી, જ્યારે 2જી એપ્રીલ, 2022 ના રોજ, નવા વર્ષની ઉજવણી માટે કાઢવામાં આવેલી રેલી પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, જ્યારે તે શહેરના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. ટોળા દ્વારા 40 જેટલી દુકાનો સળગાવી દેવામાં આવી હતી અને ઘણા વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા અથવા તોડફોડ કરવામાં આવી હતી.

English summary
Stone pelting during ram navmi rally in himmatnagar, sp injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X