વડોદરા એક્સપ્રેસ વે પર વાહનો પર પથ્થરમારો, વાહનચાલકોમાં ભયનો માહોલ!

એક તરફ ગુજરાત મોડલની મોટી મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ હકીકત કંઈક અલગ છે. મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.

એક તરફ ગુજરાત મોડલની મોટી મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ હકીકત કંઈક અલગ છે. મોટી મોટી વાતો વચ્ચે ગુજરાતમાં ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં હત્યાઓની ઘટનાઓ વધી રહી છે તો હવે હાઈવે પર પણ લૂંટના કેસ વધી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બની છે.

Stones thrown

મળતી વિગતો અનુસાર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહનો પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટના પર નજર કરીએ તો, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર સામરખા ગામ પાસે મંગળવારે રાતે આ ઘટના બની છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સામરખા ગામ પાસે અજાણ્યા શખ્સોએ ત્યાંથી પસાર થતા વાહનો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક વાહનોના કાચ તુડ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે 10 લાગ્યે આ ઘટના ઘટી હતી. ઘટના બાદ હાઈવે ઓર્થોરિટી ઉપરાંત ખેડા અને આણંદ પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં સૌથી સારી વાત એ છે કે જાનહાનિના કોઈ સમાચાર નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. જો કે પેટ્રોલિંગ દરમિયાન કોઈ મળી આવ્યુ નથી. અજાણ્યા શખ્સો પથ્થરમારો કરીને ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ આ ઘટનાને લૂંટના ઈરાદે અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે. જો કે એ તો આરોપીઓ પકડાય તે પછી જ સ્પષ્ટ થશે. હાલ તો હાઈવે ઓર્થોરિટી અને પોલીસ પર ઘટનાને લઈને સક્રિય થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X