રાજ્યની નગરપાલિકાઓમાં કુલ ૧૪૯૭ MLD કેપેસિટીના ૧૬૧ STP માટે રૂ. ૧૮પ૦ કરોડ મંજૂર
રાજ્યની ૯ નગરપાલિકાઓમાં કુલ ૭૩.૯૮ MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ ગઢડા ૬.૩ MLD - કઠલાલ ૪.પ MLD - મહુધા ૪ MLD
રાજ્યની ૯ નગરપાલિકાઓમાં કુલ ૭૩.૯૮ MLD ક્ષમતાના અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવા રૂ. ૧૮૮.૧ર કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ ગઢડા ૬.૩ MLD - કઠલાલ ૪.પ MLD - મહુધા ૪ MLD - પાટડી ૩.૪ MLD - સાવરકુંડલા ૧૩.૪૦ MLD - બાયડ પ.૦૭ અને ૦૩૧ MLD - સિદ્ધપૂર ૧૩.પ૦ MLD - સોજીત્રા ર.પ MLD અને વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા ર૧ MLD ના STP કામોને આપી સૈદ્ધાંતિક અનુમતિ

રાજ્યની નગરપાલિકાઓમાં સીવર નેટવર્કથી એકત્રિત થતા ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ પર્યાવરણ મંત્રાલયના ધારાધોરણો મુજબ થાય તેમજ આવા પાણીનો રિ-યુઝ, પૂનઃ ઉપયોગ થઇ શકે તે આશયથી નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી આધારિત STP કામો હાથ ધરવામાં આવે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ૯ નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
.
મુખ્યમંત્રીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણીના અભિગમના ભાગરૂપે ર૦રર-ર૩માં આ નગરપલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તથા તે સંપૂર્ણતઃ કાર્યરત રહે તે માટે જરૂરી સંલગ્ન આનુષાંગિક કામો માટે આ રૂ. ૧૮૮.૧ર કરોડના કામો મંજૂર કર્યા છે
.
આ ૯ નગરપાલિકાઓમાં ગઢડા STP (૬.૩ MLD, ક્ષમતા, રૂ. ર૩.ર૯ કરોડ), કઠલાલ STP (૪.પ MLD ક્ષમતા, રૂ. ૧૪.૦ર કરોડ), મહુધા STP (૪ MLD ક્ષમતા, રૂ. ૧૦.૦૦ કરોડ), પાટડી STP (૩.૪ MLD ક્ષમતા, રૂ. ૯.૬૮ કરોડ), સાવરકુંડલા STP (૧૩.૪૦ MLD ક્ષમતા, રૂ. ૩૦.પ૬ કરોડ), બાયડ STP (પ.૦૭ MLD તથા ૦.૩૧ MLD ક્ષમતા, રૂ. ૧૩.૧૭ કરોડ), સિદ્ધપુર STP (૧૩.પ૦ MLD ક્ષમતા, રૂ. ૪૮.૩૧ કરોડ), સોજીત્રા STP (ર.પ MLD ક્ષમતા, રૂ. ૧૦.૬૧ કરોડ) અને વલ્લભ વિદ્યાનગર STP (ર૧ MLD ક્ષમતા, રૂ. ર૮.૪૮ કરોડ)નો સમાવેશ થાય છે
.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STP ની સુવિધા સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો અભિગમ છે
.
તદઅનુસાર, નગરપાલિકાઓમાં કુલ ૧૪૯૭ MLD ક્ષમતાના રૂ. ૧૮પ૦ કરોડના ૧૬૧ STP ના કામો અગાઉ મંજૂર કરવામાં આવેલા છે તેમાંથી પ૭ નગરપાલિકાઓમાં ૭ર૦ MLD ક્ષમતાના STP ના કામો કાર્યરત છે
મુખ્યમંત્રીએ જે ૯ નગરપાલિકામાં STP કામોને મંજૂરી આપી છે ત્યાં STP દ્વારા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા કરાવી પર્યાવરણમાં નિકાલ કરવા અથવા તો ખેતી/ઉદ્યોગોમાં વપરાશ કરવા પુરતો પ્રયાસ કરવામાં આવશે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી







Click it and Unblock the Notifications
