For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેપારી જહાજના ચાલક દળના 12 સભ્યોને ગુજરાતના ઉમરગામ તટ પાસે બચાવાયા

ગુજરાતમાં ઉમરગામ તટ પાસે એક અન્ય વેપારી જહાજની મદદથી કાલે રાતે એક વેપારી જહાજના ચાલકદળના બાર સભ્યોને બચાવવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય તટરક્ષક દળ(આઈસીજી)એ ગુરુવારે એક અધિકૃત નિવેદનમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઉમરગામ તટ પાસે એક અન્ય વેપારી જહાજની મદદથી કાલે રાતે એક વેપારી જહાજના ચાલકદળના બાર સભ્યોને બચાવવામાં આવ્યા. મુંબઈમાં આઈસીજીના સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર(MRCC)ને બુધવારે બપોરે સૂચના મળી કે વેપારી જહાજ કંચન પોતાના 12 સભ્યો સાથે ગુજરાતના વલસાડમાં ઉમરગામ પાસે ફસાઈ ગયુ હતુ કારણકે દૂષિત ઈંધણના લીધે તેનુ એન્જિન અને વીજળી કામ કરતી બંધ થઈ ગઈ હતી.

ship

આઈસીજીએ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો કે એમઆરસીસીએ કંચનની મદદ કરવા માટે પોતાની આસપાસના બધા જહાજોની ઓળખ કરવા માટે તરત આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળને સક્રિય કરી દીધી. વેપારી જહાજ હરમીઝ કે જે કંચનની આસપાસના ક્ષેત્રમાં હતુ તેણે ત્વરિત પ્રતિક્રિયા આપી અને તરત જ સંકટગ્રસ્ત બોટ તરફ વાળી દીધુ. તટરક્ષક દળ આખા અભિયાન દરમિયાન બચાવ જહાજ એમવી હરમીઝ સાથે સમન્વય રાખી રહ્યુ હતુ.

આઈસીજીએ પોતાના નિવેદનમાં નોંધ્યુ કે, 'ક્ષેત્રમાં હવામાન ખરાબ હતુ જેાં 50 સમુદ્રી માઈલ સુધી પવન ફૂંકાઈ રહ્યો હતો અને લહેરો 3થી 3.5 મીટર સુધી ઉંચે જઈ રહી હતી. ઉબડ-ખાબડ સમુદ્રમાં હરમીજે બુધવારે એક સાહસી રાતના ઑપરેશનમાં કંચનના બધા 12 ચાલક દળને સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા.' આઈસીજીએ ચાલક દળના સભ્યોનો બચાવવાનો એક વીડિયો જાહેર કરીને કહ્યુ, 'સારુ કામ કર્યુ હરમીઝ'

English summary
Stranded Merchant Vessel 12 crew members rescued off Gujarat coast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X