Gujarat Weather: ગુજરાત પર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય, 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે અને 15થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather

આજે વરસાદની તીવ્રતાના લપેટામાં ઉત્તર ગુજરાત પણ આવી ગયું છે. તે દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

16મી તારીખે ફરીથી વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે. શનિવારે સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

17મી તારીખે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, આણંદ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

18મી તારીખે વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

19મી તારીખે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની આગાહી છે. આ દિવસે અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે

ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, સુરતમાં, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે.હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લૉ પ્રેશર, મોન્સન ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X