મનમાં હોય ચાહ તો મળી જાય રાહ- એક જ દિવસમાં 140 KM અંતર કાપી આપ્યા બે પેપર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ 1, 3 અને 5ની પરીક્ષા માટે સંલગ્ન કોલેજીસમાં પરીક્ષા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે, પરંતુ એક જ વિદ્યાર્થીના બે અલગ પરીક્ષા કેન્દ્રમાં આ

સુરેન્દ્રનગર: કોરોના મહામારીને પગલે રાજ્યભરમાં શિક્ષણ સંસ્થાનોને તાળાં લાગી ગયાં હતાં. જો કે સ્થિતિ થોડી હળવી થતાં વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા યોજવાનું આયોજન કર્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓને કોરોનાકાળમાં વધુ મુસાફરી ના કરવી પડે તે માટે નજીકના સ્થળે કેન્દ્રો આપવાની યુક્તિ અજમાવવામાં આવી હતી, પરંતુ આમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તદ્દન નિષ્ફળ નિવળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા લાલાઓ કયો નશો કરીને કેન્દ્રોની ફાળવણી કરતા હશે તે ભગવાન જ જાણે!! પણ સમજ્યા-વિચાર્યા વિના કેન્દ્રો ફાળવી દીધા હોવાના લીધે કેટલાક વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવી પડી છે. કોરોના મહામારી દરમિયાન પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે એક શહેરથી બીજા શહેર દોડાદોડી કરવી પડી.

saurashtra university

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ 1, 3 અને 5ની પરીક્ષા માટે સંલગ્ન કોલેજીસમાં પરીક્ષા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. આ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે, પરંતુ એક જ વિદ્યાર્થીના બે અલગ પરીક્ષા કેન્દ્રમાં આવે તો? અને આ બંને પરીક્ષા કેન્દ્ર અલગ અલગ શહેરમાં હોય તો?

આવું જ થયું સુરેન્દ્રનગરના વિદ્યાર્થી સાથે.... આ વિદ્યાર્થીનું નામ જીતેન્દ્ર સિંધવ છે. જીતેન્દ્ર સુરેન્દ્રનગરનો રહેવાસી છે, જેની BA સેમ 1 અને 3ની પરીક્ષા 16 જુલાઈના રોજ હતી. જેમાં સેમ 1નું પેપર મોરબીના રાવપર ગામ નજીક આવેલા નવયુગ સંકુલમાં સવારે 10થી 12:30 કલાકે હતી.

Saurashtra University

આ સાથે જ સેમ 3ની પરીક્ષા 2:30 થી 5 કલાકે સુરેન્દ્રનગરની વરમોરા કોલેજમાં હતી. જે કારણે જીતેન્દ્રને પહેલા મોરબી પરીક્ષા આપવા માટે સુરેન્દ્રનગરથી મોરબી જવું પડે જેનું અંતર 140 KM છે. તેમ છતાં જીતેન્દ્ર સવારે વહેલા મોરબી સેમ 1ની પરીક્ષા આપી હતી. જે બાદ 140 KM નું અંતર કાપીને સુરેન્દ્રનગર ખાતે સેમ 3 ની પરીક્ષા આપી હતી.

saurashtra university

યુનીવર્સીટી દ્વારા આવા છબરડામાં વિદ્યાર્થીઓ પીસાતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ બેમાંથી એક જ પેપર આપી શકે છે, પરંતુ જીતેન્દ્રએ બંને પરીક્ષા આપીને સાબિત કરી દીધું કે,

નિર્બળ માનવીને રસ્તો પણ ઝડતો નથી,
અડગ માનવીને હિમાલય પણ નડતો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X