Bigg Boss OTT: બિવ બોસ ઓટીટી 2 ની કંટેસ્ટટ્સ લિસ્ટ સાથે નવા હોસ્ટને લઇને પણ આવી જાણકારી
Bigg Boss OTT 2: સૌથી ચર્ચીત અને વિવાદીત શો બિગ બોસ ઓટીટી 2 પહેલા સીઝનની સફળતા બાદ હવે મેકર્સ શો નો બીજી સીજન લઇને આવી રહ્યા છે. બિગ બોસ ઓટીટીના આ નવા સીઝનને કોણ હોસ્ટ કરશે ને તેમા સમાવેશ થનાર સભ્યો કોણ કોણ હશે. તેને લઇને જાણકારી સામે આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રોમો જલ્દી રિલીજ કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વખતે બિગ બોસ ઓટીટી આ નવા સિજનમાં જાણીતા સ્ટાર એટરટેન્મેન્ટનો ડબલ ડોઝ આપનાર છે.
રિપોર્ટ્સ અનુસાર 'બિગ બોસ સીઝન 2 માં સઁભાવના સેઠે દર્શકોને ઘણા મનોરંજન કર્યા હતા. હવે વધુ એક વાર બિગ બોસ ઓટીટી ના બીજા સિઝનમાં એક્ટ્રેસ ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.
આ સિવાય મન કી આવાજ પ્રતિજ્ઞા ફેમ પુજા ગૌર, કચ્ચા બાદામ ફેમ અંજલી અરોડા, મેરી હાનિકારક બીવી ફેમ જિયા, અે પુનમ પાંડે આ વખતે બિગ બોસ ઓટીટી 2 માં દેખાશે.
શોમાં સમાવેશ થનાર નામોમાં ગાયક ઉદિત નારાણયનું નામ પણ સામે આવી રહ્યુ છે. પરંતુ હજી સુધી તેની પુષ્ટી કરવામાં નથી આવી. તો હવે શોનો પ્રમો સામે આવી ગયા બાદ ફેન્સને પાક્કી ખબર મળી શકે છે.
તમને જણાવી દઇએ કે, જુનમાં શો નવા સીઝનની શરુઆત થવાની સંભાવના છે. તેને લઇને તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ફેન્સ પણ આ શો ને લઇને આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બિગ બોસ એક એવો રિયાલિટી શો છે જેને જોનારાની સંખ્યા ખૂબ મોટી છે . સોશિયલ મીડિયા પર હમેશા બિગ બોસને લઇને ટ્રેન્ડ શરુ થઇ જાય છે.












Click it and Unblock the Notifications
