ભાજપના ધારાસભ્યના પુત્રએ ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

Subscribe to Oneindia News

ભાજપના લીમખેડાના ધારાસભ્ય વિછિયા ભૂરિયાના પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

suicide

હાંડી ગામમાં આવેલા ધારાસભ્ય વિછિયા ભૂરિયાના એક મકાનમાં તેમના પુત્ર હરિકૃષ્ણ ભૂરિયાએ આત્મહત્યા કરી લીધી છે. ઘટના સમયે સમગ્ર પરિવાર લગ્ન પ્રસંગ હોવાથી બહારગામ ગયા હતા. આ સમયે 30 વર્ષના હરિકૃષ્ણ ભૂરિયાએ કોઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. જો કે હજુ સુધી આત્મહત્યા કરવાનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળી શક્યુ નથી.

પોલિસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધારાસભ્ય વિછિયા ભૂરિયાના પત્નીનું એક વર્ષ પહેલા મૃત્યુ થયુ હતુ. વળી, નવ મહિના અગાઉ તેમની પુત્રીનું અને 20 દિવસ પહેલા તેમના મોટા પુત્રનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યુ હતુ.

English summary
suicide of limkheda bjp mla vinchhiya bhuriya's son
Please Wait while comments are loading...