For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ થીમ પર સુરત કપલે લગ્નનું કાર્ડ છપાવ્યું, પીએમ મોદીએ વખાણ કર્યા

રાફેલ ડીલ અંગે દેશની રાજનીતિ ગરમાઈ ચુકી છે. રાફેલ ડીલમાં ગરબડીના આરોપ અંગે વિપક્ષ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે દેશની રાજનીતિ ગરમાઈ ચુકી છે. રાફેલ ડીલમાં ગરબડીના આરોપ અંગે વિપક્ષ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. બીજી બાજુ ગુજરાતના સુરતમાં રહેતા એક દંપતીએ રાફેલ વિમાન થીમ પર પોતાના લગ્નનું નિમંત્રણ કાર્ડ ડિઝાઇન કરાવ્યું છે. આ કાર્ડના એક પેજ પર રાફેલ વિમાન ખરીદવાના એનડીએ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યું છે. આ કાર્ડ જોયા પછી પીએમ મોદીએ પણ આ કપલના વખાણ કર્યા છે.

આ પણ વાંચો: રાફેલ ડીલ પર સીતારમણનો જવાબઃ સપ્ટેમ્બર સુધી પહેલુ, 2022 સુધી બધા 36 વિમાન મળી જશે

રાફેલ થીમ પર સુરત કપલે લગ્નનું કાર્ડ છપાવ્યું

રાફેલ થીમ પર સુરત કપલે લગ્નનું કાર્ડ છપાવ્યું

સુરતના દંપતી યુવરાજ પોખરના અને સાક્ષી અગ્રવાલને પીએમ મોદીએ એક પત્ર લખ્યો છે, જેમાં તેમને કાર્ડ પર લખેલી બાબતોને સરળ બતાવી છે. તેમને કહ્યું કે આ વાતે તેમને દેશ માટે વધારે મહેનત કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. આ દંપતીના લગ્ન 22 જાન્યુઆરીએ છે. યુવરાજ પોખરનાએ પીએમ મોદી ઘ્વારા લખેલા પત્રની જાણકારી મીડિયાને આપી.

પીએમ મોદીએ કપલના વખાણ કર્યા

પીએમ મોદીએ કપલના વખાણ કર્યા

પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે, 'યુવરાજ અને સાક્ષીના લગ્નની ખુશીના અવસરે પોખરના પરિવારને શુભકામના, લગ્નના નિમંત્રણ પત્ર પર એક અનોખી વસ્તુ પર મારુ ધ્યાન ગયું, જેની સરળતા દેશ પ્રત્યે તમારી ચિંતા અને પ્રેમ વ્યક્ત કરે છે. આ બાબતથી મને પોતાના દેશ માટે વધારે મહેનત કરવાની પ્રેરણા મળી છે'.

રાફેલ અંગે વિપક્ષી દળો સરકાર પર આરોપ લગાવતા રહે છે

રાફેલ અંગે વિપક્ષી દળો સરકાર પર આરોપ લગાવતા રહે છે

આપને જણાવી દઈએ કે રાફેલ ડીલ અંગે કોંગ્રેસ સહીત બધા જ વિપક્ષી દળો સરકાર પર આરોપ લગાવતા રહે છે. સંસદથી લઈને રસ્તા સુધી કોંગ્રેસે રાફેલ મુદ્દે મોદી સરકાર સામે મોરચો ખોલી નાખ્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ ડીલ ઘ્વારા અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. જયારે સરકારે કહ્યું છે કે વિપક્ષ ફક્ત ચૂંટણી લાભ લેવા માટે ખોટા આરોપો લગાવી રહી છે.

English summary
Surat couple's rafale themed wedding card, justifies deal, pm modi praises
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X