સુરતનુ હીરા બજાર 31 જુલાઈ સુધી રહેશે બંધ, ઑડ-ઈવનથી ખુલશે ઘણા વિસ્તારોની દુકાનો

સુરતમાં હીરા બજારને 21થી 31 જુલાઈ સુધી લૉક કરી દેવામાં આવ્યુ છે.

ગુજરાતમાં સુરત શહેરમાં કોરોનાના નવા કેસ બહુ ઝડપથી સામે આવી રહ્યા છે. અહીં શહેર-બજારમાં વાયરસનુ સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. એવામાં સંક્રમણને રોકવા માટે પ્રશાસન પણ કડકાઈ વર્તી રહ્યુ છે. હવે અહીં હીરા બજારને 21થી 31 જુલાઈ સુધી લૉક કરી દેવામાં આવ્યુ છે. જેમાં વરાછા મિની બજાર, ચોક્સી બજાર અને સેફ્ટી ડિપોઝિટ વૉલ્ટનો વિસ્તાર શામેલ છે.

surat

બજારબંધ વિશે જણાવતા જીજેઈપીસીના ક્ષેત્રીય અધ્યક્ષ દિનેશ નવાડિયાએ કહ્યુ કે આ મુદ્દે તેમણે ચોકસી બજારના અધ્યક્ષ ભગવાનદાસ સાથે બેઠક કરી હતી જેમાં માનગઢ-1ના અધ્યક્ષ કે કે અને માનગઢ-2ના અધ્યક્ષ વિનુ ડાભી પણ શામેલ હતા. જેમાં એ વાત પર જોર આપવામાં આવ્યુ કે બજારને સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવે. આ નિર્ણય 21થી 31 જુલાઈ સુધી પ્રભાવી રહેશે.

સુરતમાં 19 જુલાઈથી સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી રહેલ 10 કાપડ બજાર આજથી ઑડ-ઈવન ફૉર્મ્યુલા હેઠળ ખોલવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યુ કે અહીં રિંગ રોડના 8થી 10 કપડા માર્કેટ સોમવારથી ખુલશે. વાસ્તવમાં એસટીએમ અને એનટીએમ સહિત 8થી 10 માર્કેટ કોરોના સંક્રમણના વધવાના કારણે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ માર્કેટની સમિતિઓએ રિવ્યુ મીટિંગ કરી જેમાં ઑડ-ઈવન ફૉર્મ્યુલા ઉપયોગ કરવા પર સંમતિ બની.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X