સુરત: 25.35 રૂ.ની નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપાયું

Written By:
Subscribe to Oneindia News

નોટબંધી બાદ બજારમાં નકલી નોટોની હેરફેર હજુ પણ ચાલુ જ છે. સુરતની શહેરની એસ.ઓ.જી ટીમે રવિવારે આવા જ એક રેકેટનો ભાંડો ફોડવામાં સફળતા મેળવી હતી. સુરત પોલીસને બાતમી મળી હતી કે, નકલી ચલણી નોટો બનાવવાનું રેકેટ ચલાવતા અને હેરાફેરી કરતાં ત્રણ ઇસમો રવિવારે એક્ટિવા મોપેડ પર ઉધના ગેટ બાજુ જનાર છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ અભિયાનમાં નકલી નોટોનું રેકેટ ચલાવતા ત્રણ ઇસમો ઝડપાયા હતા.

surat

પોલીસે અજયકુમાર હસમુખભાઇ પટેલ, બાબુલાલ ઉર્ફે બબલુ અને વાસુ ઉર્ફે બંગાલીને નકલી નોટો સાથે ઝડપી પાડ્યા હતા. તેઓ GJ-05-NH 9270 નંબરની એક્ટિવા મોપેડ પર ત્રણ સવારી કરી જઇ રહ્યાં હતા. આ એક્ટિવાની ડીકીમાંથી પોલીસને રૂ.500ના દરની 1906 ચલણી નોટો(રૂ.9,53,000ની કિંમતની) તથા રૂ.2000ના દરની 791 ચલણી નોટો(રૂ.15,82,000ની કિંમતની) મળી આવી હતી. પોલીસને કુલ રૂ.25,35,000ની કિંમતની 2697 ચલણી નોટો મળી હતી. આ તમામ નોટો તથા એક્ટિવા પોલીસે કબજે કરી, આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કલમ 489(ક),(ખ),(ગ) અને 120(બી) હેડળ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

English summary
Surat: SOG team caught 3 people with fake currency worth Rs.25.35 lakh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.