For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં આ વર્ષે ગણેશ ઉત્સવ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો કરાયો નિર્ણય

ગુજરાતના સુરતમાં પણ આ વર્ષે સાદગીપૂર્ણ રીતે ગણેશ ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં ગણપતિ ઉત્સવ દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવે છે. મહારાષ્ટ્ર જ નહિ પરંતુુ ગુજરાતમાં પણ લોકો ગણપતિ બાપ્પાની રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે ગણેશ ઉત્સવના તહેવારની રોનક થોડી ફીકી પડી જશે. મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ માટે સરકારે ખાસ દિશા નિર્દેશો અને એસઓપી જારી કર્યા છે અને તે મુજબ આ તહેવારની ઉજવણી કરવાની રહેશે. ગુજરાતના સુરતમાં પણ આ વર્ષે સાદગીપૂર્ણ રીતે ગણેશ ઉત્સવ મનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.

surat

સુરત શહેરની ગણેશ ઉત્સવ સમિતિ પરિવાર તરફથી પણ ગણપતિ ભક્તોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના જીવાણુ મહામારીથી નાગરિકોને બચાવવા માટે શ્રી ગણેશ ઉત્સવ-2020ને સાદગીપૂર્ણ રીતે ઉજવવા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના સંતોશ્રીઓ દ્વારા જનહિતમાં જાહેર કરેલ આચારસંહિતાનુ પાલન કરવામાં આવે.

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કિટવાળાએ જણાવ્યુ કે આમ તો 1893માં લોકમાન્ય તિલકજીએ પૂનાથી ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. સુરત શહેરમાં પણ 1938થી હિંદુ મંદિર ગોપીપુરા ખાતે આ ઉત્સવની શરૂઆત થઈ. ગણેશ ઉત્સવમાં હિંદુ ધર્મની ગરિમાનો ભંગ ના થાય અને જનહિત પણ જળવાય એ હેતુથી સંતો, કલેક્ટર અને કમિશ્નર સાથે ચર્ચા કર્યા બાદ માત્ર એક ફૂટની ગણપતિની મૂર્તિ લાવીને ઘરમાં જ તેનુ પૂજન અર્ચન કરવા અને સાદગીપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતનુ હીરા બજાર 31 જુલાઈ સુધી રહેશે બંધ, ઑડ-ઈવનથી ખુલશે ઘણા વિસ્તારોની દુકાનોસુરતનુ હીરા બજાર 31 જુલાઈ સુધી રહેશે બંધ, ઑડ-ઈવનથી ખુલશે ઘણા વિસ્તારોની દુકાનો

English summary
Surat Ganesh Utsav Samiti decided to celebrate Ganpati very simple way
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X