India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 દિવસમાં તૂટ્યા લગ્ન, દુઃખને તાકાત બનાવી IAS બન્યા કોમલ ગણાત્રા

|
Google Oneindia Gujarati News

કોઈ સ્વજનનો સાથ છૂટી જાય તો વ્યક્તિ તૂટી જાય છે. વાત જો લગ્નની કરીએ તો પછી જિંદગી જાણે કે વિખેરાઈ જાય છે. આવુ જ કંઈક કોમલ ગણાત્રા સાથે થયુ. પતિએ લગ્નના માત્ર 15 દિવસ બાદ જ તેને છોડી દીધી. પછી કોમલે સ્થિતિથી હારવાના બદલે લડવાનુ નક્કી કર્યુ. રસ્તો મુશ્કેલ હતો, મુશ્કેલીઓ ખૂબ જ હતી પરંતુ ઈરાદા પાક્કા હતા. મનોબળ મજબૂત હતુ કારણકે તેણે પોતાના દુઃખને જ પોતાની તાકાત બનાવી લીધી. પરિણામ એ આવ્યુ કે કોમલ ગણાત્રાએ ભારતીય પ્રશાસનિક સેવામાં સફળતા મેળવીને બતાવી દીધી.

જાણો કોણ છે કોમલ ગણાત્રા

જાણો કોણ છે કોમલ ગણાત્રા

કોમલ ગણાત્રાને ગુજરાતમાં સૌ ઓળખે છે. તે મૂળ રીતે ગુજરાતના અમરેલી જિલ્લાના રહેવાસી છે. અમરેલીના સાવરકુંડલામાં 1982માં તેમનો જન્મ થયો. કોમલનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થયો. ગુજરાતી સાહિત્યમાં તે ટૉપર પણ રહ્યા. તેમણે ઓપન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યુ. આ ત્રણ ભાષાઓમાં અલગ અલગ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે. વર્તમાનમાં તે આઈએએસ છે.

26 વર્ષની ઉમરમાં એનઆરઆઈ સાથે લગ્ન

26 વર્ષની ઉમરમાં એનઆરઆઈ સાથે લગ્ન

26 વર્ષની ઉંમરમાં કોમલ ગણાત્રાના લગ્ન એનઆરઆઈ યુવક શૈલેષ સાથે થયા. ન્યૂઝીલેન્ડ રહેતા શૈલેષ સાથે કોમલના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યા હતા. વિદેશમાં ઘર વસાવવાથી લઈને ઘર-પરિવારના લોકો અને ખુદ કોમલો ઘણા સપના જોયા હતા પરંતુ લગ્નના માત્ર 15 દિવસ બાદ જ બધા સપના તૂટી ગયા.

પતિ માટે સરકારી નોકરીનો મોકો છોડ્યો

પતિ માટે સરકારી નોકરીનો મોકો છોડ્યો

વર્ષ 2008માં કોમલની જિંદગીમાં બે ઘટના એક સાથે થઈ. એ વર્ષે કોમલે ગુજરાત લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી અને એ વખતે એનઆરઆઈ શૈલેષ તેની જિંદગીમાં આવ્યો. તે ઈચ્છતો હતો કે કોમલ ગુજરાતમાં સરકારી નોકરી કરવાના બદલે તેની સાથે લગ્ન પછી ન્યૂઝીલેન્ડમાં રહે. કોમલ એ વખતે શૈલેષને પ્રેમ કરતી હતી. માટે કોમલે તેની વાત માની અને ગુજરાત લોકસેવા આયોગની પરીક્ષા પાસ કર્યા બાદ ઈન્ટરવ્યુમાં ભાગ ન લીધો અને સરકારી નોકરીનો મોકો છોડી દીધો.

પતિ માટે સરકારી નોકરીનો મોકો છોડ્યો

વર્ષ 2008માં કોમલની જિંદગીમાં બે ઘટના એક સાથે થઈ. એ વર્ષે કોમલે ગુજરાત લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી અને એ વખતે એનઆરઆઈ શૈલેષ તેની જિંદગીમાં આવ્યો. તે ઈચ્છતો હતો કે કોમલ ગુજરાતમાં સરકારી નોકરી કરવાના બદલે તેની સાથે લગ્ન પછી ન્યૂઝીલેન્ડમાં રહે. કોમલ એ વખતે શૈલેષને પ્રેમ કરતી હતી. માટે કોમલે તેની વાત માની અને ગુજરાત લોકસેવા આયોગની પરીક્ષા પાસ કર્યા બાદ ઈન્ટરવ્યુમાં ભાગ ન લીધો અને સરકારી નોકરીનો મોકો છોડી દીધો.

15 દિવસમાં બદલાઈ ગયો પતિ

15 દિવસમાં બદલાઈ ગયો પતિ

2008માં કોમલના લગ્ન થયા. લગ્નના માત્ર 15 જ દિવસ બાદ તેણે દહેજ માટે ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી. શૈલેષ ન્યૂઝીલેન્ડ જતો રહ્યો અને પછી ક્યારેય કોઈ સંપર્ક કર્યો નહિ. કોમલે ન્યૂઝીલેન્ડ સરકારને પણ પતિને શોધવા માટે અપીલ કરી. નિરાશા મળતા કોમલ પોતાના ઘરે સાવરકુંડલા આવી ગઈ. પોતાના માતાપિતા સાથે રહેવા લાગી. લોકો તેને મેણાટોણા પણ ખૂબ મારતા અને હસતા.

ગામડે જઈને રહેવા લાગી

ગામડે જઈને રહેવા લાગી

અડધા મહિનામાં જ લગ્ન તૂટી જવા અને પછી સાસરીથી આવીને પિયરમાં રહેવુ તથા લોકોના મેણા સાંભળવાના કારણે કોમલ તૂટી ચૂકી હતી. માટે તે પોતાના ગૃહનગરથી ચાલીસ કિલોમીટર દૂર એક ગામમાં આવીને રહેવા લાગી. અહીં રહીને કોમલે પોતાના આ દુઃખે તાકાત બનાવવાનુ નક્કી કર્યુ અને ફરીથી પુસ્તકો સાથે દોસ્તી કરી. ફરીથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગઈ.

લગ્ન જ બધુ નથી હોતુ

લગ્ન જ બધુ નથી હોતુ

મીડિયા સાથે વાતચીતમાં કોમલે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ, 'આપણે વિચારીએ છીએ કે લગ્ન આપણને પરિપૂર્ણ બનાવે છે. હું પણ આવુ જ વિચારતી હતી જ્યાં સુધી મારા લગ્ન નહોતા થયા. પતિના છોડીને જતા રહ્યા બાદ મને સમજાઈ ગયુ હતુ કે જીવનમાં એક છોકરી માટે લગ્ન જ બધુ નથી. તેનુ જીવન એનાથી પણ આગળ છે.'

સ્કૂલમાં ભણાવવા સાથે-સાથે કરી તૈયારી

સ્કૂલમાં ભણાવવા સાથે-સાથે કરી તૈયારી

પતિને છોડ્યા બાદ કોમલ પોતાના માતાપિતા અને સાસરીથી દૂર એક એવા ગામમાં જઈને રહેવા લાગી જ્યાં ના તો ઈન્ટરનેટ હતુ અને ના મેગેઝીન અને ના અંગ્રેજી વર્તમાનપત્ર. તેમણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. ત્યાં એક ખાનગી સ્કૂલમાં ભણાવવા લાગ્યા. મેથ્સની પરીક્ષા દરમિયાન તે મુંબઈ પરીક્ષા આપવા જતા. આખી રાત ટ્રેનમાં બેસીને મુંબઈ જતા અને રવિવારે સાંજે ગામ પાછા આવતા. પછી સોમવારે સ્કૂલે જતા.

591મો રેન્ક મેળવીને આઈએએસ બન્યા કોમલ

591મો રેન્ક મેળવીને આઈએએસ બન્યા કોમલ

ત્રણ વારની નિષ્ફળતાએ કોમલનુ મનોબળ તોડી ન શક્યા અને યુપીએસસી વર્ષ 2012ની પરીક્ષામાં 591મો રેન્ક મેળવીને આઈએએસ બનવામાં સફળતા મેળવી. હાલમાં તે સંરક્ષણ મંત્રાલય નવી દિલ્લીમાં એડમિનિસ્ટ્રેટીવ ઑફિસર તરીકે કામ કરી રહ્યા છે. પહેલા લગ્ન તૂટ્યા બાદ આઈએએસ બનવા સુધીની સફર કરનાર કોમલ ગણાત્રાએ બીજા લગ્ન કર્યા અને હાલમાં તે એક બાળકીની મા પણ છે.

લદ્દાખમાં ચીનને જવાબ આપવા ભારત તૈયાર, આર્થિક મોરચે લઈ જશે નવા નિર્ણયો!લદ્દાખમાં ચીનને જવાબ આપવા ભારત તૈયાર, આર્થિક મોરચે લઈ જશે નવા નિર્ણયો!

English summary
Surat: Komal Ganatra Become IAS AFter When Marriage Broken in Just 15 Days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X