Surat Mass Suicides: સુરતના અમરોલીમાં પરિવારની સામૂહિક આત્મહત્યા, તપાસમાં સામે આવ્યું ચોંકવનારું કારણ
રાજ્યમાં દિવસને દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે, ચોરી, લૂંટ, હત્યા સહિતના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દિવસેને દિવસે આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.
જો વાત કરેએ સુરતની તો, સુરત શહેર છેલ્લા કેટલાય સમયથી આપઘાતનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં સુરત શહેર આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં પરિવારે સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 30 વર્ષીય પુત્રએ માતાપિતા સાથે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આપઘાતના કારણ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, પુત્ર હર્ષ સસાંગીયા, પિતા ભરત સસાંગીયા અને માતા વનિતા સસાંદીયા અમરોલી વિસ્તારમાં એન્ટેલિયા ફ્લેટમાં રહેતા હતા.આર્થિક સંકડામણને કારણે આ પરિવારે આવું પગલું ભર્યું. 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી મોત વ્હાલું કર્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા.

પરિવારના સંબંધીએ જણાવ્યું હતુ કે તેઓ હિરાની કામગીર કરતા હતા. ત્યારે ધંધામાં નુકશાન અને મેડિકલ કંડીશન ઉભી થતા દેવું વધી ગયું છે. લોનના 4 થી 5 હપ્તા માથે ચઢી ગયા હતા. તેઓ જે ફ્લેટ રાખ્યો હતો કે વેચી નાખ્યો હતો. તે બાદ પણ તેઓને પૈસાની ભારે તંગી હતી.
સમગ્ર મામલે જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન તેમને સ્યૂસાઈડ નોટ મળી હતી. આ સ્યૂસાઈડ નોટમાં પરિવારને હેરાન કરતાં અનેક લોકોના નામ પણ લખવામાં આવ્યા છે.
આ સિવાય પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી સ્યૂસાઈડ નોટ કબ્જે કરી છે. સુસાઇડ નોટ તેમજ આસપાસના લોકો સાથે પૂછપરછ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે












Click it and Unblock the Notifications
