સુરતના દંપતી હત્યા મામલે પોલીસે 2 જમીન દલાલની ધરપકડ કરી

Subscribe to Oneindia News

સુરત ના દંપતીએ મહેસાણા ખાતે આત્મહત્યા કરી હતી. દંપતીએ પોતાની વેચેલી જમીનના પૈસા ન મળતા હતાશ થઇ ગત 5 તારીખે દંપતીએ મહેસાણા ખાતે આત્મહત્યા કરી લીધી હતી. જયારે પોલીસ જાણ થઇ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસે દંપતીના મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી. દંપતીના પુત્રએ પણ જમીન દલાલ સહીત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા બી પોલીસે સુરતથી બે જમીન દલાલોની ધરપકડ કરી છે.

surat

સુરતમાં રહેતા દંપતીએ મહેસાણા ખાતે પોતાના ભાઈના ઘરે સાગર રેસીડેન્સીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો હતો. અંકલેશ્વરમાં આવેલી તેમની 11 વીધા જમીનના સોદામાં તેમની સાથે ૧.૧૬ કરોડની છેતરપીંડી થઇ છે. તેમને ભણક પડતા દંપતીએ તણાવમાં આવીને પગલું ભરી લીધું હતું. દંપતીએ સ્યુસાઇડનોટમાં માનસીક તણાવમાં આવી પગલું ભર્યાનો ઉલ્લેખ પણ કર્યો છે. મૃતકના પુત્રએ સુરતના 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. અંકલેશ્વર ખાતે આવેલ જમીનમાં ૧.૧૬ કરોડના સોદાને લઈ માનસિક તનાવમાં દંપતી હતું. દંપતીએ સ્યુસાઇડ 5 પાનાની નોટમાં લખ્યું હતું કે મારું નામ પટેલ સુરેશભાઈ ભવાનદાસ છે. હું અત્યારે કામરેજ ખાતે G 802 દાદા ભગવાન કોમ્પલેક્ષમાં રહું છું.

Read also : બલી ડાંગરના સાગરિત મુસ્તાક મીરનો હત્યારો ઝડપાયો

ત્યારબાદ સમગ્ર મામલાનો ઉલ્લેખ પણ કર્યો હતો. જેમાં તેમની જોડે છેતરપીંડી થઇ હોવાને લઈ આ પગલું ભરે છે. તેઓ એ આરોપીઓના નામ જોગ સુસાઇડનોટ ઉલ્લેખ કરી ગળે ફાંસો ખાધો હતો. મૃતકના પુત્ર ચિંતન પટેલે મહેસાણા બી ડીવીજન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સુરતના જયરામ દેસાઈ, ધીરુ મેર અને તેમના અન્ય ચાર સાગરીતો લાલભાઈ, જીતુભાઈ, મુકેશ પટેલ અને કરશન ખોખાણી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધી તપાસ હાથધરી હતી. પોલીસે સુરતથી જયરામ દેસાઈ અને લાલભાઈ કપાડા નામના બે આરોપીની ધરપકડ કરી હતી અન્ય 4 આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે જોકે

English summary
Surat: old couple suicide case police arrested two people on this case.
Please Wait while comments are loading...