For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: ભાજપે કાર્યક્રમ ટૂંકમાં પતાવ્યો, પાટીદારોએ કર્યો વિરોધ

|
Google Oneindia Gujarati News

ભારે હોબાળા વચ્ચે આખરે સુરતમાં રાજસ્વી પાટીદાર સન્માન સમારંભ પૂર્ણ કરવામાં આવ્યો. એટલું જ નહીં અમિત શાહ અને રૂપાણીએ પણ વિરોધ વધતા પોતાનું ભાષણ ટૂંકાવ્યું હતું. નોંધનીય છે કે કાર્યક્રમ શરૂ થતા જ ગેટ નંબર 1 પાસે કેટલાક લોકો પાટીદાર જિંદાબાદના નારા લગાવી ખુરશીઓ ઉછાળતા અને ભગવા રંગની ટોપીઓ ઉછાળતા કાર્યક્રમ થોડી વાર માટે રોકવામાં આવ્યો હતો. અને પોલિસ દ્વારા 500 જેટલા લોકોએ અટક કરાઇ હતી.

ત્યારે આ કાર્યક્રમમાં શું શું થયું તેની તમામ વિગતો વાંચો અહીં....

ટિયરગેસના સેલ છોડાયા

ટિયરગેસના સેલ છોડાયા

એટલું જ નહીં કાર્યક્રમ સ્થળ નજીક પથ્થરમારો કરવામાં આવતા પોલિસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. અને સ્કૂલબસો તથા ખાનગી વહાનના કાચ તૂટવાની ફરિયાદ મળી હતી. જેના પગલે સુરતમાં બીઆરટીએસ સુવિધાઓ રોકવામાં આવી હતી.

હાર્દિકના નામના નારા

હાર્દિકના નામના નારા

વધુમાં કાર્યક્રમમાં જય સરદાર જય પાટીદાર સમેત હાર્દિક પટેલના નામના નારા પણ લાગ્યા હતા. વધુમાં નલીન કોટડીયા સમેત બે મહિલા પાસની બે મહિલા કાર્યકર્તાની અટક પોલિસ દ્વારા કરવામાં આવી હતી. પોલિસે જણાવ્યું હતું કે સુરક્ષા ઘેરો તોડવા માટે નલીન કોટડિયાની અટક કરવામાં આવી છે.

લોકો પણ નાસી ભાગ્યા

લોકો પણ નાસી ભાગ્યા

નોંધનીય છે કે આ કાર્યક્રમ સુખરૂપ થાય તે માટે ભાજપ દ્વારા ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. અને અનેક લોકો અન્ય સ્થળોથી બોલવવામાં પણ આવ્યા હતા. જો કે કાર્યક્રમમાં હોબાળો થતા અનેક લોકો કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા.

અમિત શાહે ભાષણ ટૂંકાવ્યું

અમિત શાહે ભાષણ ટૂંકાવ્યું

નોંધનીય છે કે કાર્યક્રમમાં અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પણ પાછળથી હોબાળો વધતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે તેમનું ભાષણ ટૂંકાવ્યું હતું.

ચાર મિનિટ બોલ્યા અમિત શાહ

ચાર મિનિટ બોલ્યા અમિત શાહ

અમિત શાહ આ કાર્યક્રમમાં કહ્યું કે અત્યાર સુધીના ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનો મહત્વનો ફાળો છે અને તે માટે તેમણે પાટીદાર સમાજનો આભાર માન્યો હતો. તો વિજય રૂપાણીએ પણ પાટીદાર સમાજનું અભિવાદન માટે આભાર વ્યક્ત કર્યો

આ સમાજનો વિરોધ છે: હાર્દિક પટેલ

આ સમાજનો વિરોધ છે: હાર્દિક પટેલ

ત્યારે ભાજપ દ્વારા ટૂંકમાં પતાવવામાં આવેલા કાર્યક્રમ અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કાર્યક્રમમાં થયેલો વિરોધ પાટીદાર સમાજ સાથે થયેલા અન્યાયનો આક્રોશ બતાવે છે.

English summary
surat Patidar Abhivadan Program read all latest update here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X