5.80 કરોડની જૂની બંધ નોટ સાથે 5 ઈશ્મ ઝડપાયા
સુરતમાં સરથાણા વિસ્તારમાંથી પોલીસ દ્વારા 5.80 કરોડની જૂની નોટો સાથે 5 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેરના સરથાણા વિસ્તાર માંથી પોલીસે કરોડો રૂપિયાની બંધ થયેલી નોટો સાથે 5 ઈશ્મને ઝડપી પાડ્યા છે. સરથાણા પોલીસને બાતમી મળી હતી. જૂની બંધ થયેલી નોટને બદલવા માટે ઈસમો સરથાણા વિસ્તારમાં આવવાની બાતમી મળી હતી. પોલીસે 5 કરોડ 81 લાખ 70 હજાર 500 ની જૂની ચલણી નોટ સાથે 5 ઇસમને સરથાણા વિસ્તાર માંથી ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં કેટલાક ઈસમો જૂની નોટને બદલવા માટે આવતા હોવાની સરથાણા પોલીસને બાતમી મળી હતી. પોલીસે સરથાણા વિસ્તારમાં શુભમ ફાર્મ હાઉસ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન કારમાં પાંચ ઈસમો જૂની ચલણી નોટના કોથળા ભરી આવ્યા હતા.પોલીસને કારની તપાસ કરતા કોથળામાંથી કરોડો રૂપિયાની જૂની નોટો મળી આવી હતી. કારમાંથી કુલ 5 કરોડ 81 લાખ 70 હજાર 500 ની જૂની નોટ મળી આવી જેમાં 500 ના દરની 73,319 અને 1000ના દરની 21,511 જૂની ચલણી નોટ મળી આવી હતી. પોલીસે પાંચે ઈસમોને ઝડપી લઈ જૂની ચલણી નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે... બીજી બાજુ સરથાણા લીસે સુરત આયકર વિભાગને પણ જાણ કરી છે આગળની તપાસ સુરત આયકર વિભાગ કરશે.
પોલીસે 5.81 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે પકડાયેલ શખ્સો માં બે સુરત શહેરના, એક કામરેજ, એક આણંદ અને એક અમદાવાદના ઇસમ હોવાનું બહાર આવ્યું છે, અજય પટેલ, આસિફ વોરા, વિઠલ પટેલ, રાણા ત્રંગુ અને સુરેશ ભૂવાને જૂની નોટ બદલે પહેલા સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે. સુત્રો મુજબ આ ઈશ્મો કમીશન પેટે નોટ બદલવા માટે સુરત આવ્યા હતા. કોની જૂની નોટ છે તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
