સુરતઃનોટબંધી બાદ પણ જુની નોટોની હેરાફેરી યથાવત

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટને ચલણમાંથી 8 નવેમ્બરેના રોજ નાબૂદ કરાયા બાદ, હજુ પણ આ ચલણી નોટોની મોટાપાયે હેરાફેરી થઈ રહી છે. આજે સુરતનાં રાંદેર વિસ્તારમાંથી પોલીસે સૂત્રોની માહિતિને આધારે 5 લોકોને પકડી પાડયા હતા. તેમની તપાસ કરતાં મોટા પ્રમાણમાં જૂની નોટો મળી આવી હતી. પોલીસે પાંચેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

NOTE

સુરતનાં રાંદેર વિસ્તારમાં કેટલાક લોકો જૂની નોટ સાથે ફરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા પાંચ લોકો પર શંકા જતા તેમની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી રૂપિયા 28.68 લાખની જુની નોટો મળી આવી હતી. પોલીસે પાંચ ઇસમો જેમના નામ અશ્ફાક મેમણ, અરુણ મિસ્ત્રી, કલ્પેશ અમૃત ગાંઝી, કનૈયા ભાવસાર અને મોહંમદિમયા વઝીરમિયા છે. તેમની પાસેથી 500ના દરની 3486 અને 1000ના દરની 1125 નોટ કબજે કરવામાં આવી છે. તેઓ આ નોટ ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતાં એ મુદ્દે પોલીસે તપાસ આરંભી છે. તેઓ નોટો હેતલ નામની વ્યક્તિને આપવાના હોવાની વાત સામે આવી છે.

રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર પરમારને માહિતિ મળી હતી કે, કેટલાક લોકો કારમાં જૂની નોટો એટલે કે રદ્દ થયેલી રૂ. 500 અને 1000 ના દરની નોટ સાથે કોઝ-વે તરફથી પસાર થવાના છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આ કારને શોધી કાઢી હતી. હાલ પોલિસ આ તમામ લોકો કઈ જગ્યાએ એકત્ર થયાં, નાણાં કોની પાસેથી તેમને મળી જેના મુદ્દે વધુ તપાસ કરી રહી છે.

English summary
SURAT:Police caught the five people with old curreny note.
Please Wait while comments are loading...