For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ મૉબ લિંચિંગને લઈ નિકળેલ મૌન જુલૂસ થયું હિંસક, પોલીસ પર પથ્થરમારો, કલમ-144 લાગૂ

સુરતઃ મૉબ લિંચિંગને લઈ નિકળેલ મૌન જુલૂસ થયું હિંસક, પોલીસ પર પથ્થરમારો, કલમ-144 લાગૂ

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરતના મક્કઈ બ્રિજ પાસે મૉબ લિંચિંગની ઘટનાને લઈ મૌન રેલી કાઢવામાં આવી હતી. આ જુલૂસમાં કેટલાય લોકો સામેલ થયા. આ દરમિયાન કોઈ કારણસર કેટલાક લોકોની પોલીસ સાથે બોલાચાલી થઈ. વિવાદ એટલો વધી ગયો કે પોલીસ પર પથ્થરમારો થવા લાગ્યો. ઘટનાને પગલે 4-5 સિપાહી ઘાયલ થઈ ગયા. જે બાદ પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો. લાઠીની સાથે જ પોલીસે ટીયર ગેસથી ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. તણાવ વધતો જોઈ પોલીસે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરાવી દીધી છે.

જુલૂસમાં સામેલ લોકો મંજૂરી વિના આગળ વધ્યા

જુલૂસમાં સામેલ લોકો મંજૂરી વિના આગળ વધ્યા

સંવાદદાતા મુજબ જુલૂસના આયોજકોએ કલેક્ટર કચેરીએ જવાની જીદ કરી. પરંતુ તેમને મક્કઈ બ્રિજ સુધી જવાની જ મંજૂરી મળી હતી. જ્યારે જુલૂસમાં સામેલ લોકો મંજૂરી વિના આગળ વધવા લાગ્યા તો પોલીસે જુલૂસને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન હાથાપાઈ શરૂ થઈ ગઈ. જેને પગલે શહેરભરમાં તણાવનો મામહોલ છવાયો છે. પોલીસે ચારથી વધુ લોકોની ધરપકડ કરી છે. જુલૂસ દરમિયાન કેટલાક લોકો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડતા હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસ તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આરોપીઓ પર કેસ નોંધી કાર્યવાહી કરાશે

આરોપીઓ પર કેસ નોંધી કાર્યવાહી કરાશે

આ જુલૂસ વિશે મોટો સવાલ એ કરવામાં આવી રહ્યો છે કે આયોજકો મંજૂરી વિના કેવી રીતે રેલી કરવા લાગ્યા. પોલીસનું કહેવું છે કે ગૃહમંત્રીની મંજૂરી વિના જ આવું કરવામાં આવ્યું. જુલૂસ હિંસક થવાના કારણે આરોપીઓ પર કેસ નોંધ કરી કાર્યવાહી કરવામાં આવશે.

પ્રેક્ટિસ દરમ્યાન અચાનક બેભાન થઇ 20 વર્ષીય બોક્સર, મોત પ્રેક્ટિસ દરમ્યાન અચાનક બેભાન થઇ 20 વર્ષીય બોક્સર, મોત

લોકોને અફવા પર ધ્યાન ન દેવા અપીલ

કોઈપણ સ્થિતિથી નિપટવા માટે શહેરમાં સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત કરવમાં આવ્યો છે. લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.

English summary
SURAT: public attacked police, threw stones
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X