સુરતમાં પિતાની નજર સામે જ પુત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
ગુજરાતના સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ખુબ જ વધી રહી છે અને હાલમાં જ એક ચોકાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાની આંખોની સામે જ તેના પુત્રની ચપ્પુ ના ઘા મારી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
સુરતના પાલનપુર જકાતનાકા પાસે આવેલા આરોગ્ય કેન્દ્ર પાસે આદર્શ નગરકર નામના યુવકને 10થી 15 જણાએ માર માર્યો હતો અને પછી ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી હતી. મૃતકના પિતા રાજપાલ નગરકરે જણાવ્યું હતું કે, રવિવારની રાત્રે તેઓ પરિવાર સાથે ભોજન કરી રહ્યા હતા, ત્યારે એક મિત્રે ફોન કરી જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા ઇસમો તમારા પુત્રને મારી રહ્યા છે. જેથી તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. જેમની પાછળ પત્ની અને પુત્રી પણ દોડી આવ્યા હતા.

કેટલાક અજાણ્યા ઇસમો આદર્શને જાહેરમાં ફટકારી રહ્યા હતા. પુત્રને બચાવવા જતા હુમલાખોરોએ આદર્શના માતા તેમજ બહેન અને પિતા ઉપર પણ હુમલો કર્યો હતો અને આદર્શ ઉપર ચપ્પાના ઘા ઝિંક્યા હતા જેમાં આદર્શનું મોત થયું હતું. હુમલા પાછળનું પ્રાથમિક કારણ થોડા દિવસ પહેલા દિવસોમાં મિત્રની બર્થ ડે પાર્ટીને લઇ આદર્શ ચાઇનીઝ લેવા ગયો હતો. જયાં તેનો કોઇની સાથે ઝઘડો થયો હતો તેવું માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
