For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેરની જગ્યાએ કોચિંગ સેન્ટરમાં ટાયર પર બેસાડતા હતા એટલે ઝડપથી ભડકી આગ

કોચિંગ સેન્ટરની અંદર છાત્રોના બેસવા માટે ખુરશીઓના બદલે ટાયર પર બેસાડવામાં આવતા હતા. જેના કારણે આગ લાગ્યા બાદ તે વધુ ઝડપથી ફેલાઈ ગઈ અને આખુ કોચિંગ સેન્ટર ભડ-ભડ બળવા લાગ્યુ.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સુરત સ્થિત કોચિંગ સેન્ટરમાં જે રીતે ભીષણ આગ લાગી તેમાં ઘણા લોકોના દર્દનાક મોત નીપજ્યા. આ દૂર્ઘટનામાં 22 લોકોના મોત નીપજ્યા હતા ત્યારબાદ અહીં સુરક્ષા અને ફાયરની વ્યવસ્થા વિશે સવાલ ઉભા રહ્યા છે. ઘટના બાદ જે માહિતી સામે આવી છે તે એ કે કોચિંગ સેન્ટરની અંદર છાત્રોના બેસવા માટે ખુરશીઓના બદલે ટાયર પર બેસાડવામાં આવતા હતા. જેના કારણે આગ લાગ્યા બાદ તે વધુ ઝડપથી ફેલાઈ ગઈ અને આખુ કોચિંગ સેન્ટર ભડ-ભડ બળવા લાગ્યુ. આ વિશેની માહિતી આપતા ગુજરાતના ચીફ સેક્રેટરી જે એન સિંહે જણાવ્યુ કે કોચિંગ સેન્ટરમાં જ્વલનશીલ વસ્તુઓના કારણે આગ ઘણી ઝડપથી ફેલાઈ ગઈ.

આ પણ વાંચોઃ પ્રચંડ જીત બાદ મોહન ભાગવતઃ રામનું કામ કરવાનુ છે, રામનું કામ થઈને રહેશેઆ પણ વાંચોઃ પ્રચંડ જીત બાદ મોહન ભાગવતઃ રામનું કામ કરવાનુ છે, રામનું કામ થઈને રહેશે

45 મિનિટ મોડી પહોંચી ફાયર સ્ટેશનની ગાડીઓ

45 મિનિટ મોડી પહોંચી ફાયર સ્ટેશનની ગાડીઓ

જે એન સિંહે જણાવ્યુ કે જ્વલનશીલ વસ્તુઓના કારણે કોચિંગ સેન્ટરની અંદર આગ ઘણી ઝડપથી ફેલાઈ ગઈ, કોચિંગમાં ફ્લેક્સ, ટાયર વગેરે પણ રાખ્યા હતા, સાથે કોચિંગની છત માત્ર પાંચ જ ફૂટ ઉંચી હતી. લોકો કોચિંગની અંદર ખુરશીમાં બેસી નહોતા શકતા આ જ કારણ હતુ કે તેમને ટાયર પર બેસાડવામાં આવતા હતા. આગ આ કારણે વધુ બેકાબુ થઈ ગઈ કારણકે ફાયર બ્રિગેડની ગાડીઓ 45 મિનિટ બાદ પહોંચી. હાઈ કેપેસિટી ફાયર ટેન્ડરની ગાડીઓ પણ અહીં બાદમાં પહોંચી કારણકે આ ગાડીઓ શહેરથી થોડી દૂર હતી.

તપાસ રિપોર્ટ

તપાસ રિપોર્ટ

તમને જણાવી દઈએ કે દર્દનક દૂર્ઘટનામાં 22 લોકોના મોત થઈ ગયા. આ કોચિંગ સેન્ટર સુરતમાં હતુ જેનુ નામ તક્ષશિલા આર્કેટ છે અને આ ચાર માળની ઈમારતમાં હતી. કોચિંગના માલિક ભાર્ગવ ભૂટાનીની પોલિસે શનિવારે ધરપકડ કરી લીધી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ એડિશનલ ચીફ સેક્રેટરી ઑફ અર્બન ડેવલપમેન્ટ વિભાગમાંથી આ દૂર્ઘટનાનો વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ આપવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટના બાદ ગુજરાતમાં ફાયર સુરક્ષા વિશે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. તમામ બિલ્ડિંગની ઓળખ કરવામાં આવી રહી છે જ્યાં દૂર્ઘટના થઈ શકે છે અને સુરક્ષાના માપદંડનું પાલન નથી કરવામાં આવી રહ્યુ.

9395 બિલ્ડિંગ માલિકોને નોટિસ

9395 બિલ્ડિંગ માલિકોને નોટિસ

રાજ્ય સરકારે આઠ મહાનગરોમાં તપાસ શરૂ કરી છે અને આવી બિલ્ડીંગ્ઝ અને ઈમારતો મળી આવી છે જ્યાં ફાયર સેફ્ટી માટે કોઈ વ્યવસ્થા નથી. એ બિલ્ડીંગ્ઝ અને મિલકતોને સરકારે નોટિસ આપી છે. રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંહે મીડિયાને બતાવ્યુ કે રાજ્યના સુરત અને અન્ય મોટા શહેરોમાં રેડ મારીને પ્રશાસનિક ટીમોએ 9395 ઈમારતો અને સંપત્તિઓને નોટિસ આપી છે.

English summary
Surat: Here is why coaching center was burnt so furiously reveals top official.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X