For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત સંગ્રામ: તસવીરોમાં જુઓ પાટીદાર VS પાટીદાર

|
Google Oneindia Gujarati News

સુરતમાં આજે રાજસ્વી પાટીદાર સન્માન સમારંભ યોજાવાનો છે. જેમાં મુખ્ય અતિથિ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ. અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમેત પાટીદાર નેતાઓનું સન્માન કરવામાં આવશે. ત્યારે કોઇ યુદ્ધ પહેલા જેવી રીતે બે તરફથી લાઇનો ખેંચી લેવામાં આવે તેવી સ્થિતિ હાલ સુરતમાં ઊભી થઇ ગઇ છે.

સુરતમાં સરકાર-પાટીદાર આમને સામને; કોણ કોને હંફાવશે?સુરતમાં સરકાર-પાટીદાર આમને સામને; કોણ કોને હંફાવશે?

એક તરફ પાસ નેતાઓ જેવા કે હાર્દિક પટેલ દ્વારા એડી ચોટીનું જોર લગાવીને સોશ્યલ મીડિયાથી લઇને શહેરમાં પોસ્ટરો લગાવી આ તમામ કાર્યક્રમને નિષ્ફળ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ આ કાર્યક્રમના આયોજક તેવા મુકેશ પટેલ દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હાર્દિક પટેલ વિરુદ્ધ વિવિધ વિગતો બહાર પાડી આ કાર્યક્રમને સફળ બને. ત્યારે પાટીદાર VS પાટીદારના આ સુરત સંગ્રામની તસવીરો અને લેટેસ્ટ માહિતી વાંચો અહીં...

સુરત શહેરમાં લાગ્યા પોસ્ટર

સુરત શહેરમાં લાગ્યા પોસ્ટર

પાસ કન્વીનર હાર્દિક પટેલે અમિત શાહને "જનરલ ડાયર"નું ઉપનામ આપ્યું છે. ત્યારે આજે બુધવારથી આ કાર્યક્રમ પહેલા જ સમગ્ર સુરતમાં આવા પોસ્ટરો ઠેર ઠેર દેખાઇ રહ્યા છે.

ભાજપને કહ્યા દુશાસન

ભાજપને કહ્યા દુશાસન

તો અન્ય એક પોસ્ટમાં ભાજપને દુશાસન ગણાવી આવા પોસ્ટ મૂકવામાં આવ્યા છે. અને આ સન્માન સમારંભનો વિરોધ કરવામાં આવ્યો છે.

સોશ્યલ મીડિયા પર વિરોધ

તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર પણ પાટીદારો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ પ્રકારની ટ્વિટ મૂકવામાં આવી રહી છે.

પોસ્ટર ફડાયા

પોસ્ટર ફડાયા

એટલું જ નહીં આ કાર્યક્રમ પહેલા અનેક જગ્યાએ આ કાર્યક્રમના પોસ્ટરને ફાડવામાં આવ્યા છે. અને પાટીદારો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો છે.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયામાં પણ પાટીદારો દ્વારા આ પ્રકારના ટ્વિટ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

English summary
Surat War is on: See photos of Patidaar VS Patidaar war
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X