કહેવાતી દારુબંધી, સુરેન્દ્રનગરમાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત

Subscribe to Oneindia News

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કેરાળા ગામથી પોલીસે અડધા કિમી દૂર એલસીબીએ ગાડી સાથે રાજસ્થાની શખ્સને પકડી લીધો હતો. આ બનાવમાં પોલીસે વિદેશી દારૂની બોટલો, બિયરની બોટલો અને ગાડી સહિત રૂ. 4.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વઢવાણ પોલીસ મથકના હવાલે કર્યો હતો.

LIQUIOR

આ ઘટનામાં અંગ્રેજી દારૂની 797 બોટલો અને 456 બિયરના ટીન પકડાયા

વઢવાણ-લીંબડી તરફના માર્ગ પરથી વાહનમાં જ વિદેશી દારૂનો જથ્થો લઇ જવાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ એ.ડી.પરમાર, પીએસઆઈ કે.આર.સીસોદીયા, અજયવિરસિંહ ઝાલા, અસ્લમખાન, રવિન્દ્રસિંહ ડોડીયા, દિલીપભાઈ ઠાકોર , રવિભાઈ ભરવાડ સહિતની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જ વઢવાણથી લીંબડી તરફના રસ્તાઓ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન તે સમયે પૂરપાટ પસાર થતી સફેદ ટાવેરા ગાડીને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાડી મૂકી હતી.

crime

કામને અંજામ આપનાર બે શખ્સોમાંથી એક ફરાર

પોલીસે સફેદ કલરની ટાવેરાને ગાડી નબંર જી.જે.9.બી.સી-8543 ની પીછો કરી નાના કેરાળી ગામ પાસે ટાવેરા રોકી બે રાજસ્થાનના ઇસમો પૈકી એક ઇસમ દેવીલાલ દવીચંદ દાંગીને પકડી પાડ્યો અને ગોપાલ નામનો શખ્સ નાસી છૂટયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરની પકડાયેલી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-797 કી.રૂ.1,01,300/-તથા બીયર ટીન નંગ 456 કી.રૂ 45,600 મળી આવી હતી. આ ઘટનામાં પોલીસને વિદેશી દારૂનો જથ્થો, ગાડી તેમજ મોબાઇલ નંગ-2 સહિત રૂ. 4,57,400નો મુદ્દામાલ મળી આવતા વઢવાણ પોલીસ મથકે બંને શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

English summary
Surendranagar: Police caught 2 people with foreign liquor.
Please Wait while comments are loading...