Surendranagar Rain: સુરેન્દ્રનગરમાં માવઠાનો કહેર, જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ?
Surendranagar Rain: હાલ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થયો છે. જેના કારણે ભારે નુકસાન થયું છે. ભર શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારે પવન સાથે વરસાદના કારણે અનેક સુરેન્દ્રનગરના મકાનોને નુકસાન થયું છે, તો બીજી તરફ ઠેર-ઠેર માર્ગો પર મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતાં કમોસમી વરસાદ આફતરૂપ બન્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો, ચુડામાં 94 MM, દસાડામાં 39 MM, મૂળીમાં 35 MM, થાનમાં 34 MM, વઢવાણમાં 28 MM, લીંબડીમાં 23 MM, લખતરમાં 19 MM નોંધાયો છે.
આ સાથે સાયલામાં 17 MM, ધ્રાંગધ્રામાં 16 MM અને ચોટીલામાં 05 MM વરસાદ ખાબક્યો છે. આ સાથે ચુડા તાલુકાના ભાણેજડા ગામમાં વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.












Click it and Unblock the Notifications
