લેન ગ્રોન ડાયમંડના ઉત્પાદન માટે આયાતી શીડ્સ પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી ખટાડીને 0 કરવામાં આવી: મોદી

લેબ ગ્રોન ડાયમંડના ઉત્પાદન માટે આયાજી શીડસ પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી ઘટાડી શુન્ય કરી દેવામાં આવી છે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના કેન્દ્રીય નાંણામંત્રી નિર્મલા સિતારમણએ 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ. આ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા બિહાર રાજયના પુર્વ ઉપ મુખ્યમંત્રી તેમજ સાંસદ સુશિલકુમાર મોદીએ પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા સુશિલકુમાર મોદીએ કેન્દ્રીય બજેટના વિવિધ મુદ્દા પર વાત કરી હતી.

sushil kumar

સુશિલકુમારે જણાવ્યું કે, આ બજેટમાં બે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે જેના ભવિષ્યમાં દેશને ઘણા લાભ થશે. બજેટમાં દસ લાખ કરોડ રૂપિયાના મૂડીગત સંશાઘનોના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ઇન્ફાસ્ટ્રકચરને મજબૂતી મળશે. આઝાદી પછી પહેલી વખતે ઇન્ફાસ્ટ્રકચર પર એક વર્ષમાં દસ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે જેમાં રાજય સરકારને 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે તેજમ આ સિવાય 3 લાખ 70 હજાર કરોડ રૂપિયા અલગથી રાજયોને નિર્માણ કાર્યો માટે આપવામાં આવશે. બજેટમાં રેલ્વ માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે જેમાં 2 લાખ 40 હજાર કરોડના ખર્ચે રેલ્વેની નવી લાઇનો નાખવી, નવી ટ્રેનો સહિતના કામોમાં ખર્ચ કરવામાં આવશે. મુંબઇથી અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે બજેટમાં બુલેટ ટ્રેન માટે 19600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વર્ષ 2026 ઓગષ્ટ સુધી મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે. રસ્તાઓ બનાવવા માટે બજેટમાં 1 લાખ 62 હાજર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.દેશમાં 50 નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. 100 ક્રિટીકલ કનેક્ટીવીટી ઇન્ફ્રાસ્ટ્રકચરનુ નિર્માણ અંદાજે 70 હજાર કરોડના ખર્ચે કવરામાં આવશે તેના કારણે દેશમાં નવી રોજગારીનું સર્જન થશે. કેપીટલ એક્સપેન્ડચરથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.

સુશિલ કુમારજીએ વધુમાં જણાવ્યું કે,બજેટમાં બીજી મહત્વની જાહેરાત ઇન્કમટેક્ષને લઇ કરી છે જેમાં સાત લાખ સુધી જેની વર્ષની આવક છે તેમને ઇન્કમટેક્સ ભરવા પર છુટ આપવામાં આવી છે જેનાથી આશરે એક કરોડ કરદાતાઓને લાભ મળશે. દેશમાં મધ્યમવર્ગના લોકોની સંખ્યા વર્ષ 2030 સુધીમાં 70 કરોડ થવાની સંભાવના છે.તે સંદર્ભે બજેટમાં જોગવાઇઓ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ગરીબી રેખા નીચે આવતો વર્ગ મધ્યમવર્ગમાં ફેરવાઇ રહ્યો છે મોટી ઉપલ્બધી છે.

સુશિલ કુમારએ વધુમાં જણાવ્યું કે, લેબ ગ્રોન ડાયમંડ શીડસ પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી ઘટાડી શુન્ય કરી દેવામાં આવી છે. 242 કરોડ રૂપિયા આઇઆઇટી મદ્રાસને આ મુદ્દે રિસર્ચ કરવા ફાળવવામાં આવ્યા છે. ઇમિટેશન જ્વેલેરી પર કસ્ટમ ડ્યુટી 20 ટકાથી વઘારી 25 ટકા કરવામાં આવી છે તેની પાછળ દેશમાં બનતી ઇમિટેશન જ્વેલેરીને વધુ વેગ મળે તેમાટે કસ્ટમ ડ્યુટી વઘારવામાં આવી છે.ગીફટ સિટીમાં વેપારને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સુવિધાઓ આપવા બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. કોઓપરેટીવ સેક્ટર માટે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે જેમાં પ્રાથમિક કોઓપરેટીવ સોસાયટીના સભ્ય 2 લાખ રૂ. રોકડા જમા અથવા ઉપાડ કરી શકશે. કોઓપરેટીવ સોસાયટી કેશ વિથડ્રો માટે પહેલા એક કરોડની રકમ પર 2 ટકા ટેક્સ કપાત થતો પરંતુ હવે 3 કરોડ સુધી કેશ વિથ ડ્રો કરવામાં આવશે તો કોઇ પણ પ્રકાકનો ટીસીએસ કપાશે નહી. બજેટમાં રાષ્ટ્રીય સહકારીતા વિશ્વવિદ્યાલયનું નિર્માણ કરવામાં આવશે જેમાં મેનપાવરને ટ્રેનીંગ આપવામાં આવશે. પ્રાઇમરી એગ્રીકલ્ચર કો.ઓ.સોસાયટીસ જો કોઇ મેન્યુફેકચરીંગ કરે તો તેમને 15 ટકા ટેક્સ કોર્પોરેટ કંપની માફક ચૂકવવાનો રહેશે. દેશ ભરની કોઓપરેટીવ સોસાયટી છે તેમને કોમ્પયુટરાઇઝ કરવામાં આવશે જેના પર 2516 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સુશિલ કુમારએ વધુમાં જણાવ્યું, કે સિનિયર સિટિઝન બચત યોજનમાં પહેલા 15 લાખ રૂપિયા જમા કરાવવી શકતા હતા પંરતુ તે વઘારી હવે બજેટમાં 30 લાખ સુધી કરવાની જાહેરાત કરી છે જેમાં પર પહેલાની જેમ 8 ટકા વ્યાજ મળશે. કિસાન વિકાસ પત્રની જેમ મહિલા વિકાસ પત્રની જાહેરાત કરવામાં આવી છે જેમાં વર્ષે 2 લાખ રૂપિયા જમા કરવા પર 7.50 ટકાનું વ્યાજ આપવાની જાહેરાત કરી છે. શહેરી વિસ્તારના વિકાસ માટે પ્રતિ વર્ષ દસ હજાર કરોડ રૂપિયા અર્બન ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફંડની જાહેરાત કરવામાં આવી છે જેમાં ટીયર 2 અને ટીયર 3 શહેરોને લાભ મળશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગત વર્ષ 150 કરોડની જાહેરત કરવામાં આવી હતી જેમાં 3 ગણો વઘારો કરી 468 કરોડની જાહેરત કરવામાં આવી છે. ટ્રાઇબલ વિસ્તારમાં એકલવ્ય વિદ્યાલય માટે 38 હજાર 800 શિક્ષકોની નિમંણૂક કરવામાં આવશે.ટ્રાઇબલ વિસ્તારના વિકાસ માટે પણ સરકારે જાહેરાત કરી છે. એમએસએમઇ માટે આ વર્ષ 2 લાખ કરોડ રૂપિયા કોલેટરલ ફ્રી હેન્ડ આપવામાં આવશે તેમજ કોરોના સમયે જે લોકો ટેન્ડરમાં સિક્યુરિટ તરીકે કોઇ રકમ જમા કરી છે તેમને શરતો આધિન જપ્ત થયેલ રકમન પરત કરવામાં આવશે. એમએસએમઇ પર કામ કરનાર માટે ઇન્કમટેકક્ષમાં રાહત આપવામાં આવી છે જેમણે પહેલા 2 કરોડના ટર્ન ઓવર પર ટેકક્ષ ભરવો પડતો હતો તેની જગ્યાએ હવે 3 કરોડ રકમ કરવામાં આવી છે. પ્રોફેશનલ ઇન્કમટેકક્ષમાં પણ મોટી રાહત આપવામાં આવીછે જેમાં પહેલા 50 લાખની ઇનકમ પર ટેકસ આપવો પડતો તેન રકમ વઘારીને 75 લાખ કરવામાં આવી છે. આમ બજેટમાં ગરીબ,મધ્યવર્ગ અને મહિલાઓ અને ખેડૂતો એમ દરેક વર્ગને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X