સીએમ મોદી પીએમ પદ માટે 'પરફેક્ટ': સુષ્મા

તેમણે સંકેતો આપ્યા હતા કે 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોઇ શકે છે. તેમણે કહ્યું કે, મોદી પીએમ પદ માટે પરફેક્ટ છે. તેમણે ગુજરાતમાં ઘણા જ સારા કામો કર્યા છે. તેઓ પ્રધાનમંત્રી બનવા માટે સક્ષમ છે અને તેમનામાં એવી કુશળતા પણ છે, જેમાં કોઇ શંકા નથી.
નોંધનીય છે કે, આ પહેલા પણ ભાજપ અઘ્યક્ષે કહ્યું હતું કે ભાજપમાં પ્રધાનમંત્રી પદના દાવેદારોની યાદીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, મોદીએ જાહેર કર્યું હતું કે તેઓ કોઇ પ્રધાનમંત્રી પદના ઉમેદવારની રેસમાં નથી. તેઓ હજુ ગુજરાત પર ધ્યાન આપવા માગે છે, જો કે, ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી દિલ્હીની દાગી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.












Click it and Unblock the Notifications
