સુષ્મા સ્વરાજ ગુજરાતી યુવકની મદદે..
ગુજરાતી યુવક રોહન શાહને સુષ્મા સ્વરાજે 20 જ મિનિટમાં ભારતની મુલાકાતના ઇમર્જન્સી વિઝા અપાવ્યા.
કેન્દ્રિય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તેમના સોશિયલ મીડિયાના ટ્વીટર એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ છે. થોડા સમય પહેલાં જ જ્યારે તેઓ હોસ્પિટલમાં એડમિટ હતાં, ત્યારે પણ તેમણે જનતા અને મીડિયાને ઘણા મહત્વના અપડેટ્, ટ્વીટર થકી જ આપ્યા હતા.

સુષ્મા સ્વરાજ ટ્વીટર થકી અનેક પીડિતોને મદદ પણ પહોંચાડે છે. હાલમાં જ સુષ્મા સ્વરાજે એક અમદાવાદી એનઆરઆઇને ટ્વીટરના માધ્યમથી મદદ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વાત કંઇક એવી હતી કે શિકાગોમાં રહેતા અમદાવાદી યુવક રોહન શાહની તબિયત શુક્રવારે અચાનક બગડતાં તેમનું મૃત્યુ થયું હતું. રોહનને પોતાના પિતાના અંતિમ સંસ્કાર માટે અમદાવાદ આવવાનું હતું, પરંતુ તેના વિઝાની સમયમર્યાદા પૂરી થઇ ગઇ હતી. આવા સંજોગોમાં રોહન શાહે ટ્વીટ કરી સુષ્મા સ્વરાજની મદદ માંગતા માત્ર 20 મિનિટમાં રોહન અને તેમનાં બે સંતાનોના ઇમર્જન્સિ વિઝા તૈયાર કરાયાં હતાં. જેને કારણે રોહન શાહ શનિવારે સવારે અમદાવાદ પહોંચી શક્યા.

ટ્વીટર પર સુષ્મા સ્વરાજને સંબોધીને માંગેલી મદદનો જવાબ તેઓ અવશ્ય આપે છે. સુષ્મા સ્વરાજે અનેક લોકોને જરૂરી મેડિકલ હેલ્પ અને દવાઓ મેળવવામાં પણ મદદ કરી છે.












Click it and Unblock the Notifications
