સ્વાઇ ફ્લૂને કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ, મૃત્યુનો આંક 140

Subscribe to Oneindia News

રાજ્યમાં સ્વાન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. આ ફ્લૂના લીધે અત્યાર સુધીમાં 140 લોકોના મોત થઇ ચૂક્યા છે. ગત મોડી રાત્રે રાજકોટની સરકારી હોસ્પિટલમાં રાજકોટ અને કેશોદની બે મહિલાઓના મોત નિપજ્યા હતા. રાજકોટમાં અત્યાર સુધીમાં 51 મોત થઇ ચૂક્યા છે. રોગના લીધે વધી રહેલા આંકને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવી રાજકોટ દોડી આવ્યા હતા.સૌથ ઝડપથી પ્રસરતો અને ચેપી માનવામાં આવતા આ રોગના લીધે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં એક હજાર જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં ફ્લૂના લીધે 26, વડોદરામાં 20 સુરતમાં 10, રાજકોટ સૌરાષ્ટ્રમાં 51 ક્ચ્છમાં 15 જામનગરમાં 10. ગીર સોમનાથમાં 5 અને આણંદમાં ત્રણનો ભોગ લેવાઇ ચૂક્યો છે.

swin flu gujarat

રાજ્યમાં વરસાદ બાદ સતત ભેજ વાળા વાતાવરણના લીધે સ્વાઇન ફ્લૂના દર્દી વધી રહ્યા છે. ભેજ વાળુ વાતારવણ ફ્લૂને વધુ અનુકૂળ આવતુ હોવાથી આ રોગની સંખ્યામાં આવનારા દિવસોમાં વઘારો થવાની પૂરે પુરી શક્યા છે. તે જોતા લોકો અને આરોગ્ય તંત્રમાં ભયનો માહોલ છે. સ્વાઇન ફ્લૂનો રોગચાળો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભયંકર છે. તે જોતા સરકારમાં વધુ ચિંતા છે. જે રીતે ચેપી રોગના લીધે મૃત્યુ આંક વધી રહ્યો છે તે જોતા રાજ્ય સરકાર નિષ્ક્રીય હોય તે સાબિત થઇ રહ્યું છે. રોગને કાબુમાં લેવામાં આરોગ્ય વિભાગ નિષ્ફળ રહ્યો છે.

English summary
Swine Flu in Gujarat : 140 People died and 1000 new cases. Its seems Gujarat government health department is not doing its job properly

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.