Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો વધતો કહેર, વધુ 4ના મોત

swine flu
રાજકોટ, 6 માર્ચ: ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના પગલે આજે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે એક જ દિવસમાં 4 લોકોના મોત થવાથી ચકચાર મચી જવા પામી છે. ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે એક મૃત્યુ નોંધાયું છે.

રાજકોટમાં પિતાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નિપજ્યૂ હતું જ્યારે તેની પુત્રી પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તેને સારવાર માટે અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા પંદર દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે 18 લોકોના મોત નીપજ્યા છે. ઉપરાંત 22 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, વડોદરા અને અમરેલીમાં સ્વાઇન ફ્લૂના કારણે એક જ દિવસમાં 4 લોકોના મોત થયા છે. જોકે એક રાજકોટના પુરુષનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું તેની પુત્રીને પણ રિપોર્ટમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે અને તેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાઇ છે.

અત્રે નોંધનીય છે કે સ્વાઇન ફ્લૂના કારણે રાજકોટમાં મૃત્યુંઆંક 28 સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે મરનારા લોકોની સંખ્યા 80 સુધી પહોંચી ગઇ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X