સ્વાઇન ફ્લૂ: રાજકોટમાં વધુ એક શંકાસ્પદ મોત, મૃત્યુઆંક 12 થયો

સોમવારે મોડીસાંજે આ 40 વર્ષિય મહિલાને કેશોદથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. પ્રાથમિક ધોરણે આ મહિલાને સ્વાઇન ફ્લૂ હોવાના લક્ષણો દેખાતા તેને સિવિલના સ્વાઇન ફ્લૂના વોર્ડ નંબર 40માં દાખલ કરવામાં આવી હતી. જોકે તેનું મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જોકે મહિલાને સ્વાઇન ફ્લૂ હતો કે નહી તે સાંજે આવનારા રિપોર્ટ પછી માલૂમ પડશે.
છેલ્લા ચાર દિવસમાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે 4ના મોત થઇ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી રાજકોટમાં સ્વાઇન ફ્લૂની બિમારીથી મૃત્યુ પામનારોની સંખ્યા 12 સુધી પહોંચી ગઇ છે. જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ આંકડો 34 સુધી પહોંચી ગયો છે. જો સરકાર દ્વારા આ અંગે કોઇ ચોક્કસ સાવધાનીભર્યા પગલા નહી લેવાય તો આ બિમારી હજી ફેલાય તેવી શક્યતા છે તેમજ મૃત્યુંઆંક પણ વધવાની સંભાવના તોળાઇ રહી છે.












Click it and Unblock the Notifications
