વિસનગરમાં શિક્ષકનો શિષ્યા પર બળાત્કાર, અશ્લીલ ફોટા પાડ્યા
વિસનગરમાં સગીર વિદ્યાર્થીનીને બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ અપાવવાની લાલચ આપીને શિક્ષકે વારંવાર વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાની વાત બહાર આવી છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વિસનગરમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ભણતી સગીરા ઉપર તેના શિક્ષકે, તે જ્યારે ધોરણ 10માં હતી ત્યારે બળાત્કાર આચર્યો હતો.
ક્લાસીલ ચલાવતા પટેલ રાજુભાઇ દ્વારકા ભાઇએ ગત 15-04-2015ના રોજ ક્લાસીસમાં ટ્યુશન માટે મળી હતી જ્યાં તેના ફોટા પાડી ફ્રેન્ડશીપ કરવી પડશે તેમ કહ્યું હતું ત્યારબાદ સગીરાનું શિક્ષક દ્વારા સ્કૂલ અને ક્લાસીસ દરમિયાન દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ તેણીના ફોટા પણ પાડ્યા હતા.

આ અંગે સગીરાએ કોઈને જાણ કરી નહોતી પરંતુ પરિવારજનોને જાણ થતા સગીરાને શાળા બદલાવવામાં આવી હતી તે વખતે શિક્ષક વિદ્યાર્થીનીને ઉઠાવી ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરરીને વધુ કામગીરી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
