For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં શાળાના 34 શિક્ષકોએ બોલાવી લોકડાયરાની રમઝટ

|
Google Oneindia Gujarati News

lok-dayro
રાજકોટ, 20 માર્ચ : બાળકોના જ્ઞાન અને સંસ્કાર રથના સારથિ એવા શિક્ષકોએ ઉચ્ચાકક્ષાના પ્રખર લોકસાહિત્યાકારોના લોક સાહિત્ય અને સંતવાણીને વિદ્યાર્થીઓ સહિત લોકો સુધી પહોંચાડવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો. રાજકોટમાં મંગળવાર 19 માર્ચ, 2013ના રોજ લોક સાહિત્યકારીનો બદલે શાળાના 34 શિક્ષકોએ જ સાતે મળીને એક જાહેર લોક ડાયરામાં લોકસરવાણી અને સંતવાણીનો ધોધ વહાવી ઉપસ્થિસત શ્રોતાઓના હદૃય તરબોળ કરી દીધા હતા.

આ આયોજન રાજયના રમતગમત યુવા અને સાંસ્કૃસતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લાની રમતગમત કચેરી રાજકોટ (ગ્રામ્ય્) તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને લોકસાહિત્ય અને સાંસ્કૃતિક કલા ક્ષેત્રે પ્રોત્સાયહિત કરવા હેમુ ગઢવી હોલમાં સાંસ્કૃતિક લોકડાયરો 2012-13નો કાર્યક્રમ યોજાયો હતો.

આ લોકડાયરાનો જાણીતા હાસ્યત કલાકાર સાંઇરામ દવેએ દિપ પ્રગટાવી શુભારંભ કરાવ્યો હતો. બાળકોને શાળામાં જ્ઞાન અને સંસ્કારનો રસ પિરસતા આ જ્ઞાનના ઉપાસકો એવા એક બે શિક્ષકો જ નહિ પરંતુ 34 શિક્ષક ભાઇ બહેનો એ આજે એક સાથે જાહેરમંચ ઉપર લોક સાહિત્ય, સંતવાણી અને લોકગીતનો જિલ્લામાં પ્રથમ એવો કાર્યક્રમ રજુ કર્યો હતો.

શિક્ષકો બાળકોને જ્ઞાન અને શિક્ષણ જ પીરસવામાં ફકત કુશળ હોય છે. એટલુ જ નહિ પરંતુ લોક સાહિત્ય અને ભકિતરસ પણ સારી રીતે પીરસી શકે છે તે આ કાર્યક્રમ થકી ચરિતાર્થ કરી બતાવ્યું છે. આ પ્રસંગે શિક્ષકોની આ કલાને બિરદાવી તમામને સન્માનપત્ર અર્પણ કર્યા હતા. શિક્ષકોમાં લોકસાહિત્ય ની ઉભરતી કલાને પ્રોત્સાકહિત કરવા વ્યવસાયે શિક્ષક અને જાણીતા લોકડાયરાના કલાકાર પિતા પુત્રની જોડી એવા વિષ્ણુયપ્રસાદ દવે અને સાંઇરામ દવેએ ખાસ ઉપસ્થિ‍ત રહી સંતવાણી, હાસ્યરરસ અને લોકસાહિત્યની રજૂઆત કરી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજ સુધી જાહેર મંચ ઉપર એક કે બે શિક્ષકોને લોક સાહિત્ય કે ભજનો રજુ કરતા જોયા હશે પણ અહિંતો એક સાથે 34 જેટલી મોટી સંખ્યામાં શિક્ષકોએ લોક ડાયરો રજુ કર્યો જે જિલ્લામાં આવો પ્રથમ કાર્યક્રમ હશે. આ કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર રાજુભાઇ ગઢવી પણ ઉપસ્થિત રહયા હતા.

English summary
Teachers sung for students in lok dayro in Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X