વડોદરાના સાવલીમાં ટેમ્પો પલટી ખાઇ જતા 4ના મોત, 15 ઘાયલ

Subscribe to Oneindia News

વડોદરાના સાવલીમાં આજે વહેલી સવારે મજૂરો ભરેલો એક ટેમ્પો પલટી ખાઇ જતા 4 જણના મોત થયા છે જ્યારે 15 જણ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હાલોલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

vadodara


ઘટનાની વિગત એવી છે કે વડોદરાના સાવલીમાં જેપુરા ગામ પાસે આજે વહેલી સવારે મજૂરો ભરેલો એક ટેમ્પો જઇ રહ્યો હતો. નવા વર્ષમાં આ બધા મજૂરો જાંબુઘોડાથી મજૂરી કામ માટે રાજકોટ જઇ રહ્યા હતા. ત્યાં જેપુરા ગામ પાસે ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. જો કે કયા કરણોસર ટેમ્પો પલટી ગયો તે હજુ જાણવા મળી શક્યુ નથી. 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે 1 વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. તમામ ઘાયલોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે હજુ એક વ્યકિતની હાલત ગંભીર જણાઇ રહી છે.

English summary
tempo tumbled down in vadodara, 4 dead, 15 injured
Please Wait while comments are loading...