For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરમતી જેલ સુરંગ: આરોપીઓએ ખોદી હતી 214 ફુટ લાંબી સુરંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sabaramati-jail
અમદાવાદ, 10 માર્ચ: એક ચોંકવાનારા ખુલાસામાં અહીં સાબરમતી જેલ તંત્રની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે જેમાં પોલીસ તપાસમાં એ વાત જાણવા મળ્યું હોવાનો દાવો કર્યો છે કે અમદાવાદ શૃંખલાબદ્ધ વિસ્ફોટોના આરોપીઓ દ્રારા ખોદવામાં આવેલી સુરંગ 214 ફુટની હતી જેને પહેલાં 26 ફુટ બતાવવામાં આવી હતી. આ પહેલાં 10 ફેબ્રુઆરીએ અધિકારીઓને સુરંગની જાણ થઇ અને કહેવામાં આવ્યું કે આ સુરંગ 26 ફુટ લાંબી છે જે બેરેક નંબર ચારથી શરૂ થાય છે જ્યાં બોમ્બ વિસ્ફોટના 14 આરોપીઓ બંધ છે.

ક્રાઇમ બ્રાંચના ડીસીપી હિમાંશું શુક્લએ જણાવ્યું હતું કે 'ક્રાઇમ બ્રાંચ અને શહેરના ફાયર બ્રિગેડ વિભાગ દ્રારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ લગભગ 214 લાંબી હતી. ' સંયુક્ત પોલીસ કમિશનર એક કે શર્માએ કહ્યું હતું કે 'આરોપીઓએ 26 ફુટના અંતરે પથ્થર મુક્યો હતો અને તેને માટી વડે ચોંટાડી દિધો હતો. જ્યારે ખબર પડી કે સુરંગ જેલની દિવાલની બહાર સુધી ફેલાયેલી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ આરોપીઓની બીજી ટુકડી સાથે કરવામાં આવેલી પુછપરછ દરમિયાન આ ખુલાસો થયો છે જો સુરંગની જાણ ન થતી યો આરોપીઓ એક અઠવાડિયામાં ફરાર થઇ જતા.

એ કે શર્માએ જણાવ્યું હતું કે આ પ્રકારની લાંબી સુરંગ જેલ અધિકારીઓની મિલીભગત વિના અને જમવાના વાસણો, લાકડી અને ઓજારોથી ખોદી શકાય નહી અને આ સંભવ છે જેલ અધિકારીઓએ આરોપીની સલાહ આપી હોય કે તે પોલીસને જાણ કરે કે આ ફક્ત 26 ફુટ લાંબી અને 16 ફુટ ઉંડી છે.

English summary
Police have found that the tunnel dug by Ahmedabad serial blasts accused was 214 feet long and not 26 feet as originally said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X