For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો શું આતંકવાદીઓના નિશાના પર હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 જાન્યુઆરી: ભારતમાં એકવાર ફરીથી ઘુસણખોરીની કોશીશ કરવામાં આવી છે. ગુજરાતના પોરબંદરના દરિયામાં પાકિસ્તાની બોટને જોવામાં આવી. જ્યારે કોસ્ટગાર્ડે તેને રોકવાની કોશીશ કરી તો તેમણે બોટ સહિત ખુદને ઉડાવી દીધા. જે રીતે પાકિસ્તાની બોટે ખુદને બ્લાસ્ટ કરી દીધો તેનાથી એ સાબિત થાય છે કે તેમાં સવાર આતંકી હુમલાના ઇરાદાથી ભારતમાં ઘુસણખોરી કરવાની કોશીશ કરી રહ્યા હતા. હવે સવાલ એ થાય છે કે આતંકીઓના નિશાના પર કોણ હતું?

modi
શું આતંકવાદીઓના નિશાના પર હતા વડાપ્રધાન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા માટે ગુજરાત આવવાના હતા. મોદી નેવીની મુલાકાત લેવા માટે પોરબંદર જવાના હતા. એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકવાદીના નિશાના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. પાકિસ્તાની બોટના લોકેશનને ધ્યાનમાં રાખતા એવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે બોટમાં બેસીને આવેલા આતંકવાદીઓના નિશાના પર નરેન્દ્ર મોદી જ હતા.

boat
કોસ્ટગાર્ડની હિમ્મતથી ટળી મોટી ઘટના
જોકે કોસ્ટગાર્ડ અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરી દેવામાં આવું. સુરક્ષાદળો અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયાકિનારાથી લગભગ 350 કિમી દૂર જ આંતરી લીધા હતા અને તેમને પાછા ભાગવા પર મજબૂર કરી દીધા હતા. એક કલાક સુધી કોસ્ટગાર્ડે પોતાની બોટ અને વિમાનની મદદથી તેમને આંતરી રાખ્યા. સ્થિતિ એટલે પહોંચી ગઇ કે પાકિસ્તાની બોટમાં સવાર આતંકવાદીઓએ ખુદને બ્લાસ્ટ કરવાની ફરજ પડી.

મોદીની પોરબંદર યાત્રા રદ્દ
ભારતીય રક્ષા મંત્રાલય અનુસાર પાકિસ્તાની બોટમાં ભારે માત્રામાં હથિયારોનો જથ્થો હતો. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા આ ઘુસણખોરીની કોશીશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોરબંદર યાત્રાને રદ્દ કરી દેવામાં આવી છે.

English summary
Pakistani Boat Blows Itself Up at Porbandar. Terrorist likely to target PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X