For Daily Alerts
યાસીન ભટકલ અને અસદઉલ્લાના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા
ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકી યાસીન ભટકલ અને અસદઉલ્લા ઉર્ફે હડ્ડીના વધુ 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચ આજે બંન્ને આતંકીઓના રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડ માટે આતંકી યાસીન ભટકલ અને અસદઉલ્લા ઉર્ફે હડ્ડીને સાબરમતી જેલમાં સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કર્યા હતા. ક્રાઈમ બ્રાંચ દ્વારા બંને આતંકીઓના વધુ ૧૪ દિવસના માંગણી કરવામાં આવી હતી સ્પેશ્યલ કોર્ટે બંને આતંકીઓના ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
૨૦૦૮ માં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને દેશભરમા આતંક મચાવનાર ભટકલની વધુ પૂછપરછ કરવા માટે ક્રાઈમ બ્રાંચે 5 દિવસના રિમાન્ડ મળ્યા છે. આતંકી ભટકલ ૨૦૦૮ સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરવા માટે બોમ્બ બનાવ્યા હતા તેવો તેના પર આરોપ છે. ત્યારે આ અંગે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ વધુ પુછપરછ આવનારા 5 દિવસોમાં કરશે.