TET-TAT ઉમેદવારોનું આંદોલન સફળ, સરકારે 3 મહિનામાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી
ગાંધીનગરમાં TET-TAT ઉમેદવારોનું આંદોલન સરકારને ઝુકાવવામાં સફળ રહ્યું છે. ગુજરાત સરકારે 3 મહિનામાં ભરતી કરવાની જાહેરાત કરી છે.
ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. ઉમેદવારોના વિરોધને જોતા સરકારે ભરતી કરવાની જાહેરાત કરી દીધી છે.

આ નિર્ણય આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયો છે. મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી તેમાં સરકારે આ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં 7500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રકિયા 3 મહિનાના સમયગાળામાં પુર્ણ કરી દેવામાં આવશે.
સરકારના નિર્ણય અનુસાર, ટેટ 1-2 ના પાસ ઉમેદવારો માટે નિયમ બનાવી ભરતી કરવામાં આવશે. જણાવી દઈએ કે, ગુજરાતમાં 80 હજાર જેટલા શિક્ષકોની ઘટ છે અને સરકાર સતત લાંબા સમયથી ભરતી નથી કરી રહી. આ જ કારણ છે કે ઉમેદવારો રસ્તા પર ઉતરવા માટે મજબુર બન્યા છે.












Click it and Unblock the Notifications
