ભાજપના કાર્યકર્તા દ્વારા વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમા ફુડ પકેટ અને જીવન જરૂરીયાતની વસ્તુ પહોચાડી

રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક ભારે વરસાદને પગલે જનજીવન ઠપ પડી ગયુ છે. લોકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુશ્કેલીના સમયમાં લોકોને રાહત અને જે જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે લોકોની

રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક ભારે વરસાદને પગલે જનજીવન ઠપ પડી ગયુ છે. લોકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુશ્કેલીના સમયમાં લોકોને રાહત અને સેવાકીય કામગીરી કરી હતી. જે જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે લોકોની ઘર વખરી ડૂબી ગઇ છે. તેવા નિચાણવાળઆ વિસ્તારમાં ફુડ પેકેટ પહોચાડીને સેવાની કામગીરી કરી હતી.

C R PATIL

નવસારી જિલ્લામાં દસ હજાર લોકોનું સ્થળાતંર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી આ સમગ્ર કાર્ય N.G.O અને ભાજપા કાર્યકરો તેમજ સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું તેમજ 1 હજાર કરિયાણાની કિટ,10 હજાર સુકા નાસ્તાના પેકેટ બનાવડાવામાં આવ્યા છે આ સાથે અસરગ્રસ્ત લોકોને ધાબળા અને તાડ પતરીનું વિતરણ કરવામાં આવ્યું.

વલસાડમાં 1500 લોકોનું સ્થળાતંર કરી તેમની રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી તેમજ 800 જેટલી કરિયાણાની કીટો તૈયાર કરી જરૂરિયાત મંદને આપવામા આવી.

રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં અસરગ્રસ્ત લોકો માટે જમવા માટે રસોડાની વ્યવસ્થા ઓબીસી મોરચાના પ્રમુખશ્રી ઉદયભાઇ કાનગડની ટીમ દ્વારા કરવામાં આવી. તેમજ 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ 3 હજાર લોકોને ફુડ પેકેટ વહેચાવામાં આવ્યા.

છોટા ઉદેપુર જિલ્લામાં 1100 જેટલી કરિયાણાની કિટો તૈયાર કરી અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી. પાંચ હજાર લોકોનું સ્થળાતંર કરાવી તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. વડોદરા શહેરમાંથી આજે 2 હજાર કરિયાણાની કિટો જેમાં (પાંચ કિલો ડુંગળી, પાંચ કિલો બટાટા, એક લિટર તેલ, મરચુ, મીઠું ,હળદર, પાંચ કિલો ઘંઉ, પાંચ કિલો, ચોખા, દિવાસળી, મીણબતી, વગેરે ) આપવામાં આવી.

સુરત શહેરમાંથી નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં પાંચ હજાર સુકા નાસ્તાના પેકેટ, મોહનથાળ મોકલવામાં આવ્યા.

વડોદરા શહેરમાંથી રાજપીપળા ખાતે એક હજાર લોકોને 15 દિવસ ચાલે તેટલું કરિયાણું મોકલવામાં આવ્યુ તેમજ દસ હજાર સુકા નાસ્તાના પેકેટ એ.પી.એમ.સી બોડેલી ખાતે 2 હજાર કરિયાણાની કિટ,તાડપતી,શેતરંજી, ધાબળા ની વ્યવસ્થા કરવામાં આવી. પંચમહાલ જિલ્લાના બે તાલુકામાં 189 અનાજની કિટોનું વિતરણ કરવામાં આવ્યુ.

કર્ણાવતી મહાનગર દ્વારા આ અતિવૃષ્ટિ જેવા ભારે વરસાદમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત દરેક વોર્ડમાં જ્યાં-જયાં પાણી ભરાયા હતા ત્યાં કોર્પોરેટરઓએ તેમજ સંગઠનના કાર્યકર્તાઓએ વરસતા વરસાદમાં ખડે પગે ઉભા રહીને તંત્ર સાથે રહીને પાણીનું સ્તર ત્વરિત ઘટે તે માટે ગટરના ઢાંકણા ખોલીને વરસતા વરસાદમાં કાર્ય કરેલ છે. સંગઠનના પદાધિકારીશ્રીઓ દ્વારા સમગ્ર શહેરમાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં લોકોનો સંપર્ક કરીને લોકોને પડતી અગવડને સંજ્ઞાન લઈને જરૂરિયાત પ્રમાણે સેવા આપેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X