ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ હાઇકમિશનર શ્રીયુત એલેક્સ એલીસેએ ગાંધીનગરમાં કરી મુલાકાત
બ્રિટીશ હાઇ કમિશને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દર્ પટેલ સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમના દ્વારા સરકાર વિવિધ યોજનાઓ વિષે માહિતી મેળવીને મુખ્યમંત્રીને શુભકામના પાઠવી હતી.
આ સૌજ્ન્ય મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ તેમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટની ૧પ જેટલી વિવિધ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે તેની રૂપરેખા આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઇકમિશનરશ્રીને તેમના આ ગુજરાત પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહભાગી થયા હતા.













Click it and Unblock the Notifications
