સમગ્ર રાજ્યમાં ૩૩,૦૪૨ ઓક્સિજન સપોર્ટેડ, ૮,૩૭૨ આઇ.સી.યુ. તથા ૬,૮૬૫ વેન્ટીલેટર સપોર્ટ સહિતની ૯૫,૬૮૭ પથારીની ઉપલબ

રાજ્યમાં તારીખ ૧૦ અને ૧૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ કોવિડ-૧૯ની સમીક્ષા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કોરોના વિરુદ્ધની લડાઈમાં નાગરિકોના જીવ બચાવવામાં રાજ્યનું આરોગ્યતંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિમાં કોવિડ-૧૯ના કેસોમાં વૈશ્વિક સ્તરે વધારો થઇ રહ્યો છે, સાથે-સાથે ભારતમાં પણ નવા કોવિડ વેરિયન્ટના કેસોમાં વધારો જોવા મળે છે તથા પોઝીટીવીટી રેટ પણ છેલ્લા થોડા સમયથી વધ્યો છે, આ પરિસ્થિતિમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિનો અસરકારક સામનો કરવા માટે કેન્દ્ર સરકારની "ટેસ્ટ - ટ્રેક - ટ્રીટમેન્ટ - વેક્સીનેશન" સ્ટ્રેટેજીનો રાજ્યમાં અસરકારક રીતે અમલ કરવામાં આવ્યો છે.

RUSHIKESH PATEL

મંત્રીએ જણાવ્યું હતું કે, મોકડ્રીલમાં કોવીડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે જરૂરી દરેક બાબતો જેવી કે ઓક્સીજન બેડ, ICU બેડ, અઈસોલેશન બેડ, HR, ઓક્સિજનના જુદા-જુદા ઉપકરણો જેવા કે વેન્ટીલેટર, સિલીન્ડર, કોન્સનટ્રેટર, PSA પ્લાન્ટ, LMO ટેંક, MGPS વગેરેની ફંક્શનાલીટી તથા આ અલગ-અલગ ઉપકરણ સુચારુરૂપે કાર્યરત છે કે નહિ તે ચેક કરવા જણાવવામાં આવ્યુ હતું. રાજ્યમાં હાલમાં કુલ ૪૭૬ PSA ઓક્સfજન પ્લાન્ટ્સ આવેલા છે જેની કુલ કેપેસીટી ૨૦૮૨૪૩ PM છે. રાજ્યમાં કુલ ૧૦૮૯૯ ઓક્સિજન કોન્સન્ટ્રેટર (૫ PM અને ૧૦ PM) આવેલા છે જેની કુલ કેપેસીટી ૭૨૪૭૦ LPM છે. જ્યારે રાજ્યમાં કુલ ૭૧ LM૦ અલગ અલગ હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે જેની કુલ કેપેસીટી ૭૬૩.૨૨ MT છે. તેમજ રાજ્યમાં કુલ ૧૧૨૧૪ ઓક્સીજન સિલીન્ડર( DType અને BType) ઉપલબ્ધ છે જેની કુલ કેપેસીટી ૪૨૫૩૪૦ લીટર છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ વિગતો આપતા કહ્યું હતું કે, આ બે દિવસ દરમિયાન ચાલેલી મોકડ્રીલમાં રાજ્યમાં ૧૦,૧૫૯ ફેસીલીટી અન્વયે ૯,૨૩૦ રાજ્ય સરકારની અલગ-અલગ હોસ્પિટલ તથા ૯૨૯ રાજયની પ્રાઇવેટ (ખાનગી) હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે, જે પ્રાઇવેટ હોસ્પિટલોની પણ સારી ભાગીદારી સૂચવે છે. આ સંસ્થાઓમાં રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલ, પેટા જિલ્લા હોસ્પિટલ, સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, રાજ્યની તમામ મેડિકલ કોલેજ (સરકારી અને ખાનગી), જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે.

મોકડ્રીલમાં મળેલ માહિતી અનુસાર રાજ્યમાં કુલ ૯૫,૬૮૭ પથારીની ઉપલબ્ધિ છે, જે પૈકી ૩૩,૦૪૨ ઓક્સિજન સપોર્ટેડ પથારી તથા ૮,૩૭૨ આઇ.સી.યુ. પથારીની સગવડ તથા સમગ્ર રાજ્યમાં ૬,૮૬૫ વેન્ટીલેટર સપોર્ટવાળા બેડ ઉપલબ્ધ છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત લોજિસ્ટીક તથા કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી દવાઓ જેવી કે પેરાસિટામોલ, ઇન્જેકશન- ઇનોક્સપેરીન, ઇન્જેકશન- ડેક્ઝામીથાઝોન, એન્ટી વાયરલ દવાઓ જેવી કે ટેમીફ્લુ ટેબ્લેટ તથા સીરપ અને મ્યુકરમાયકોસીસની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ જેવી કે ઇન્જેકશન- એમ્પોટેરેસીન તથા PPE કીટ્સ, N-95 માસ્ક, ગ્લવ્સ જેવી દરેક વસ્તુઓનો જથ્થો જે-તે સંસ્થા ખાતે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે નહિ તે આ મોકડ્રીલ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીના જણાવ્યા અનુસાર તમામ સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ ALS, BLS એમ્યુલન્સની સેવાઓ તથા ટેલીમેડીસીનની ફેસિલીટી ઉપલબ્ધ છે કે નહિ તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થા ખાતે ઉપલબ્ધ ટેસ્ટીંગ ફેસિલીટી જેવીકે રેપીડ એન્ટીજન ટેસ્ટ, RTPCR ટેસ્ટની સંખ્યા તથા ટેસ્ટની ઉપલબ્ધ માત્રામાં કીટની સંખ્યાનું પણ મોકડ્રીલમાં સુનિશ્ચિત કરાયું હતું.

મોકડ્રીલમાં સામે આવેલી માહિતી અનુસાર રાજ્યમાં કુલ ૧૬૩૬૩ એલોપેથીક ડોકટર્સ તથા ૪૭૨૦ આયુષ ડોકટર્સ, ૩૭૭૮૯ નર્સિગ સ્ટાફ તથા ૮૯૯૬૪ અધર ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ કે જેમાં આશા, આંગણવાડી કાર્યકરો, એ.એન.એમ., વિલેજ ફંકશનરી સામેલ છે. તેમજ રાજ્યમાં કુલ ૧,૩૭૦ BLS Ambulance, ૩૫૭ ALS Ambulance સુચારુરૂપે કાર્યરત છે. જ્યારે રાજ્યમાં કુલ ૭,૩૫,૦૦૦ જેટલી RTPCR Kit તથા ૧૫,૧૫,૫૪૫ જેટલી રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ ઉપલબ્ધ છે. સમગ્ર રાજયમાં અલગ-અલગ હોસ્પિટલો ખાતે કુલ ૨,૩૦,૩૮૦ ટેસ્ટ પ્રતિ દિન થઇ શકે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજ્યમાં કોવીડ-૧૯ની પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી ગાઇડલાઇન મુજબની તમામ દવાઓ, પી.પી.ઇ.કીટસ, N95 માસ્ક તથા અલગ-અલગ હોસ્પિટલ ખાતે ૧૦,૪૯૩ વેન્ટીલેટર્સ, ૧૦૩૨૬ નેબ્યુલાઇઝર્સ, ૧૩૬૧૪ ઓકસીજન કોન્સન્ટેટર્સ તથા ૩૭,૭૭૭ અલગ-અલગ સાઇઝના ઓકસીજન સીલેન્ડર્સ, ૫૦૨ PSA પ્લાન્ટ (ખાનગી હોસ્પિટલના પ્લાન્ટ સાથે) ઉપલબ્ધ છે તથા ૩૯૭ લીકવીડ મેડીકલ ઓકસીજન ટેન્ક (LMO Tank) કાર્યરત છે. રાજયમાં ૮૧૪૯ સંસ્થાઓ ખાતે ટેલીમેડીસીનની ફેસીલીટી પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મોકડ્રીલના અંતે રાજ્યમાં આરોગ્યતંત્રની કોવીડ-૧૯ને પહોંચી વળવા માટેની કામગીરી સંતોષકારક જણાઈ છે એમ મંત્રીએ ઉમેર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X