મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીના મંદિરની આરતીમાં થયા સહભાગી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં આરતી કરી નાગરિકોના સુખ-શાંતિ-સમૃદ્ધિ અને રાજ્યના વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતને વાવાઝોડાના સંકટમાંથી હેમખેમ ઉગારવા બદલ ઈશ્વરનો પાડ માનતા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈના સાથ-સહકારથી રાજ્ય સરકાર અને પ્રજાજનોએ વાવાઝોડાની આફત સામે એક ટીમ બનીને કામ કર્યું છે.
મંદિરના પરંપરા અનુસાર મુખ્યમંત્રી રજની પહિંદવિધિ કરતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિધિમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી દ્વારા ચાંદીની સાવેણીથી રથની સફાઇ કરી હતી.













Click it and Unblock the Notifications
