રાજ્યમા ભારે વરસાદની સ્થિતી વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ સ્થિતીની સમિક્ષા કરી

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદની સ્થિતીને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્થિતિની માહિતી મેળવવા મોડીરાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચ્યા હતા.

જામનગર, જુનાગઢ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જનજીવન પ્રભાવિત થયુ છે ત્યારે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ રાજકુમાર, રાહત કમિશનર આલોક પાંડે સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી હતી અને જરૂરી સચનો આપ્યા હતા.

State Emergency Operation Center

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આવતીકાલ એટલે કે પહેલી જૂને રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે.

મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે મોબાઈલ ફોનથી વાત કરીને ભારે વરસાદ તેમજ વિસાવદર તાલુકાના ગામોમાં ભરાયેલા પાણી, લોકોના સ્થળાંતરની જરૂરિયાત વગેરે માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના અંજારમાં પડેલા વરસાદ અને તેને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે કલેકટર સાથે વાત ચીત કરી હતી. અંજારમાં તળાવ છલકાવા તેમજ અંજાર નજીકનો ડેમ ઓવરફલો થવાની સ્થિતિમાં માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર કે જનજીવનને અસર ના પડે તે માટે પણ જરૂરી સૂચનો આપ્યા હતા.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કચ્છ, જામનગર, જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એનડીઆરએફની 4 ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસડીઆરએફની બે ટીમ જૂનાગઢ અને જામનગરમાં મોકલાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X