બાળમેળો અને વી. સી. સી. આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સહભાગી થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરામાં પરીક્ષા પે ચર્ચામાં સહભાગી દશે. આ સિવાય તેમના દ્વારા ત્રણ કાર્યક્રમોમાં રહશે હાજર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૭ જાન્યુઆરીને વડોદરા ની મુલાકાતે જશે. તેઓ વડોદરા મહાનગરપાલિકા આયોજિત બાળ મેળાનું તેમજ વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરીને ત્યાર બાદ 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં સહભાગી થવાના છે.

કેન્દ્રીય અને રાજ્ય બોર્ડના ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓ ના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અનોખી પહેલ એવા 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી નવી દિલ્હી ના તાલ કટોરા સ્ટેડિયમ થી દેશ ના વિદ્યાર્થીઓ સાથે વિડિયો સંવાદ કરવાના અને માર્ગદર્શન પૂરું પાડવા ના છે.
આ કાર્યક્રમ નું વડોદરા ના માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે પણ પ્રસારણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વેળાએ માંજલપુર ખાતે થી સહભાગી થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે. મુખ્યમંત્રીના વડોદરા પ્રવાસ દરમિયાન તેમની સાથે સાંસદશ્રી અને ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
