રાજ્યમાં વિજાપુર ખાતેથી નોંધાયો ઓમિક્રોનનો પાંચમો કેસ

નવા વેરિઅન્ટનો આ પાંચમો કેસ છે. જામનગર જિલ્લામાં ઓમિક્રોનના ત્રણ અને સુરતમાં એક કેસ નોંધાયો છે. મહેસાણાના સીડીએચઓ ડો. વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, આ મહિલા પાસે મુસાફરીનો ઇતિહાસ નથી.

અમદાવાદ : મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરની 43 વર્ષીય મહિલા આશા વર્કરનો કોવિડ 19ના ઓમિક્રોન વેરિઅન્ટ માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. તેના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગના પરિણામો બુધવારના રોજ રાત્રે આવ્યા હતા, એમ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

Omicron

નવા વેરિઅન્ટનો આ પાંચમો કેસ છે. જામનગર જિલ્લામાં ઓમિક્રોનના ત્રણ અને સુરતમાં એક કેસ નોંધાયો છે. મહેસાણાના સીડીએચઓ ડો. વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, આ મહિલા પાસે મુસાફરીનો ઇતિહાસ નથી. તેણીએ તાજેતરમાં તેના પતિને કેન્સરને કારણે ગુમાવ્યો હતો. તેમના પતિના મોટા ભાઈ અને ભાભી ઝિમ્બાબ્વેથી તેમની બેસના (અંતિમ સંસ્કાર સેવા)માં હાજરી આપવા આવ્યા હતા. તેઓએ ત્રણેય પરીક્ષણોમાં કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ મહિલાની સાસુમાં સૌપ્રથમ હળવા લક્ષણો જણાયા હતા અને તેમનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ મહિલાનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સીડીએચઓએ ઉમેર્યું હતું કે, મહિલા જીએમઇઆરએસ વડનગરમાં આઇસોલેશન વોર્ડમાં છે. તે એસિમ્પટમેટિક છે અને તેની સ્થિતિ સ્થિર છે. પ્રોટોકોલ મુજબ, આ મહિલાના અને તેના સાસુના નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. કુલ મળીને ઝિમ્બાબ્વેના દંપતીના 46 થી વધુ સંપર્કો અને દર્દીઓને શોધી કાઢવામાં આવ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી છે, પરંતુ હજૂ સુધી કોઈ નવા કેસ નોંધાયા નથી.

ઓમિક્રોનને કારણે નવી ટ્રાવેલ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

આ મુજબ છે નવી ટ્રાવેલ ગાઈડલાઈન

રાજ્ય સરકારે ઓમક્રૉન વેરિઅંટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે સરકારે લૉકડાઉન પછી અમુક તબક્કામાં મોટાભાગના પ્રવાસી પ્રતિબંધો હટાવી દીધા હતા પરંતુ ઓમક્રૉનના કારણે નવી ગાઈડલાઈન પર વિચારણા કરવામાં આવી જે મુજબ આંતરરાજ્ય મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી.

  • તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો રહેશે.
  • કેરળ અને મહારાષ્ટ્રના જે મુસાફરોએ રસી નથી લગાવી તેમને મેડિકલ ટીમ 15 દિવસ માટે નિરીક્ષણ કરવામાં આવશે અને સંબંધિત મેડિકલ અધિકારીને ફોલો અપ માટે વિગતો મોકલશે.
  • અન્ય રાજ્યોમાથી મુસાફરોને ગુજરાતમાં યાત્રા કરવાની અનુમતિ છે. બધા યાત્રીઓનુ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
  • યાત્રા દરમિયાન કોવિડ-19 નેગેટીવ સર્ટિફિકેટ અનિવાર્ય છે. યાત્રીઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે આરોગ્ય સેતુ એપ અથવા સ્વ ઘોષણાના માધ્યમથી પોતાના સ્વાસ્થ્યની સ્થિતને પ્રમાણિત કરે.
  • મુસાફર આગમન સમયે સિમ્પ્ટોમેટીક લક્ષણો ધરાવતા હોય તો મુસાફરને તેમની બેગ સાથે એર રુમમાં એરલાઈન દ્વારા લઈ જવામાં આવશે.
  • જે મુસાફરોએ યોગ્ય આરટી-પીસીઆર નેગેટીવ ટેસ્ટ ન કરાવ્યો હોય તેમને 7 દિવસ માટે સંસ્થાગત ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે અને ત્યારબાદ 7 દિવસ હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X