28 જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ સમારોહ, આજે કર્ટેન રેઝર યોજાશે
ગુજરાત ટુરીઝમના સહયોગ 69મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2024 પ્રથમ વખત ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે કર્ટેન રેઝર યોજાશે. આમાં ટેકનિકલ પુરસ્કારો, એક ફેશન શો અને સંગીત સમારોહનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં સ્ટેજ પર કલાકારો માટે રિહર્સલ સહિત એવોર્ડ શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 27 જાન્યુઆરીએ સાંજે, કરણ જોહર, આયુષ્માન ખુરાના, મનીષ પોલ અને જાન્હવી કપૂર જેવા સ્ટાર્સ સાથે મહાત્મા મંદિર ખાતે એક ફેશન શો અને સંગીત કોન્સર્ટ શરૂ યોજાશે.

ફિલ્મફેર એવોર્ડની 69મી આવૃત્તિ 28 જાન્યુઆરીએ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાવાની છે. આ ઈવેન્ટમાં બોલિવૂડ સ્ટાર્સ અને ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કલાકારોનું સન્માન કરાશે. આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડા સમય માટે હાજરી આપી શકે છે.
રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ આ ઇવેન્ટમાં પરફોર્મ કરવાના છે. સમારોહનું આયોજન કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા કરવામાં આવશે.
ગુજરાતમાં ફિલ્મ ટુરિઝમ અને મૂડીરોકાણને વેગ આપવાના પહેલના ધ્યેયમાં યોગદાન આપતા આ કાર્યક્રમ માટે વિવિધ સ્ટાર્સ ગાંધીનગર આવી રહ્યા છે.
એવોર્ડ શો અને બોલિવૂડ સેલેબ્સની ભારે હાજરીને કારણે જિલ્લા કલેક્ટરે બપોરથી મધરાત સુધી રસ્તાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. ગાંધીનગર કલેક્ટર દ્વારા કરાયેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગરના PDEU થી આઇકોનિક બ્રિજ અને ગિફ્ટ સિટી સુધીનો રસ્તો શાહપુર બ્રિજથી ગિફ્ટ સિટી સુધીનો રસ્તો સામાન્ય લોકો માટે બંધ રહેશે.












Click it and Unblock the Notifications
